સુરતઃ સુરતના (surat news) ખટોદરા વિસ્તારમાં (Khatodara) આવેલા બિલ્ડરની ઓફિસમાં (builder offie theft) બે દિવસ પહેલાં જ 90 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી જો કે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે (police complaint) તપાસ શરૂ કરી હતી ત્યારે ત્યાં કામ કરતા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે પૂછપરછ કરાયેલા એક યુવકની આજે મોડી સાંજે ઘરે ફાંસો (boy found hanged in home) ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે યુવકના મોતના મામલે તેના પરિવાર સાથે તેમના સમાજના લોકોએ યુવકની હત્યાના આરોપ (Alleged murder of a young man) સાથે ન્યાયની માંગણી કરી છે.
સુરતની ખટોદરા પોલીસ ફરી વખત વિવાદમાં આવી ગયા વખત વિવાદ ચોરીના કેસમાં પકડાયેલા યુવાને આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ એસ્ટેટના બિલ્ડરની ઓફિસ આવેલી છે આવેલી ઓફિસમાં બે દિવસ પહેલા 90 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવી (cctv) સામે આવ્યા બાદ બે યુવાનો માસ્ક પહેરીને ચોરી કરી ફરાર થઈ જતાં સીસીટીવીમાં કેદ થયા હતા.
જોકે આ મામલા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ત્યાં આગળ ફર્નિચરનું કામ કરતાં કેટલાક ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ક્યાં કામ કરતો એક 22 વર્ષના યુવાનની પૂછપરછ કરવામાં આવેલી મૂળ યુપીનો રહેવાસી અને છેલ્લા ત્રણ વર્ષથી સુરતના વિસ્તારમાં રહે છે સુપર ખાલી ફર્નિચરની દુકાનમાં કામ કરતા યુવકની પોલીસે પૂછપરછ કરી ત્યાં યુવકે ગત રોજ ફર્નિચરની દુકાનમાં બપોરના સમયે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
જો કે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ખાસ કરીને આ પરિવારનો યુવકની હત્યાની ઘટનાની જાણકારી ગઈકાલે બપોરે આપવામાં આવી હતી ત્યારે ત્યાં ચોરીની વાત પણ કરવામાં આવી હતી.જોકે પરિવારોએ સીધો આક્ષેપ પોલીસ અને બિલ્ડર ઉપર લગાવ્યો છે કે તેમને ત્યાં ચોરી થઈ હતી તે મામલે યુવકની પૂછપરછ બાદ તેમને મારી અને તેને ત્યાં ગળે ફાંસો આપી લટકાવી દીધો હતો.
જોકે તેની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી એ તમામ વિગતો ને લઈને યુવકના પરિવાર સાથે તેના સમાજના લોકો એકત્ર થયા હતા અને યુવકની હત્યા મામલે આક્ષેપો કર્યા હતા જોકે પપ્પુ પોલીસ દ્વારા યુવકના મોત ને લઈને તેમની આ તજવીજ હાથ ધરવામાં આવી છે.અને રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે યુવકની હત્યા છે કે આત્મહત્યા પણ ૯૦ લાખની ચોરીમાં જ પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.
સુરતના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે પોતાને ત્યાં કામ કરવા આવતા વ્યક્તિઓ સિક્યુરિટી ગાર્ડ અથવા તો ઘરઘાટીની વિગત પોલીસને આપી પણ આ વિસ્તારના માલેતુજારો પોલીસના નીતિ-નિયમોને ધ્યાન નથી રાખતા જેને લઇને મહિનામાં આ પ્રકારની મોટી ચોરીની ઘટના વિસ્તારમાં બનતી હોય છે.