

કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં બૂટલેગરો (bootlegger) બેફામ બન્યા છે. અને શહેરમાં દારૂ ઘુસાડવા અવનવા કીમિયા અપનાવતા હોય છે અને હવે આ બૂટલેગરો લક્ઝુરીયસ કારમાં (Luxurious car) દારૂની હેરાફેરી (Alcohol smuggling) કરી રહ્યા છે. ત્યારે પોલીસે આવા જ એક બૂટલેગરને ઝડપી પાડ્યો હતો. પરંતુ આ કાર પર ભારતીય જનતા પાર્ટી (Bharatiya janata party) લખલું હતું જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે એક ઇસમની ધરપકડ કરી હતી. અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે.


સુરતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવો કીમિયો અપનાવતા હોય છે. પરંતુ હવે બૂટલેગરો પણ હાઇટેક બની ગયા છે. અને લક્ઝુરીયસ કારમાંદારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે સુરતની અડાજણ પોલીસે આવા જ એક બુટલેગરને ઝડપી પાડ્યા છે. અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી.


અડાજણ પોલીસની ટીમને માહિતી મળી હતી કે પાલનપુર નહેર પર રોયલ ટાઈટેનીયમ બિલ્ડિંગની નીચે એક મર્સિડીઝ કારમાં દારૂ છે. તેથી પોલીસે સ્થળ પર જઈને કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 48 બાટલીઓ મળી આવી હતી. તેની કિંમત 28800 રૂપિયા થાય છે.


પોલીસે કાર સાથે આરોપી રાકેશ હીરાભાઈ ચૌહાણ ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂ અને 15 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી. જો કે પોલીસે કારની તપાસ કરતા કાર પર ભારતીય જનતા પાર્ટી લખ્યું હતું. જેને જોઈને પોલીસ આશ્ચર્યમાં મુકે ગઈ હતી.


પોલીસે સમગ્ર મામલે કાર અને દારૂ કબજે લઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા ખુલાશો થયો કે આરોપીને આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યો હતો.