

કોરોના વાયરસના (coronavirus)કારણે લાંબા ચાલેલા લોકડાઉન (lockdown) બાદ હાલમાં ઉધોગો શરૂ થયા છે. ત્યારે સુરતમાં આવેલા હીરા ઉધોગમાં સતત કારીગરો છૂટા કરવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આજે વરાછા (varachha) વિસ્તરમાં આવેલા જેબી બ્રેધર નામની હીરા કંપનીમાંથી 15 જેટલી મહિલાને છૂટી કરવામાં આવતા આજે આ મહિલા મદદ માટે રત્નકલાકર સંઘની ઓફિસે મદદ માટે પોહચી હતી. (કિર્તેશ પટેલ, સુરત)


કોરોના વાયરસના કારણે લોકડાઉન તો આપવામાં આવ્યુ હતું ત્યારે સરકાર દ્વારા સમયે ઉધોગ પતિને પોતાને ત્યાં કામ કરતા કર્મચારીનો પગાર ના કાપવા અને નોકરીમાંથી કાઠી નહી મુકવાની અપીલ કરવામાં આવી હતી.


જોકે કોરોના લોકડાઉન બાદ ધીરે ધીરે લોકોની આર્થિક પરિસ્થિતિ બગડતા વેપાર ઉદ્યોગને છૂટ આપવામાં આવી છે. ત્યરે ધીરી ગતિએ સુરતનો ડાયમંડ ઉદ્યોગ શરૂ થયો છે. ત્યારે આ ઉદ્યોગ શરૂ થતાની સાથે લોકડાઉન પગાર તો આપવામાં આવ્યો નથી અને પણ કર્મચારી નોકરીમાંથી છૂટા કરવાની સતત ફરિયાદો સામે આવી રહી છે.


આજે સુરતના વરાછા વિસ્તરમાં આવેલી જેબી બ્રેધર નામની હીરા કંપનીમાંથી રસોડામાં કામ કરતી 15 જેટલી મહિલાનું કંપની દ્વારા રાજીનામુ લખવી લઈને છૂટી કરવામાં આવી હતી.


જેથી આ તમામ મહિલાને અટવાઈ જવાની વારી આવી હતી. પોતાના પરિવારને આર્થિક મદદ કરવા માટે કામ કરતી મહિલાની નોકરી છૂટી જતા પરિવાર મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે.