

કિર્તેશ પટેલ, સુરત : સુરત મહાનગર પાલીકાની ચુંટણીમાં અમ આદમી પાર્ટીનું સારું પ્રદર્શન રહ્યું હતું, જેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકોનો આભાર માનવા સુરત પહોચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ પહોચતા આપના કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલનું આગમન થતા આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.


કેજરીવાલે આપના ચૂંટાયેલા કોર્પોરેટરોને સંબોધતા જણાવ્યું હતું કે 'એમના 97 સદસ્યો છે. આમ આદમી પાર્ટીના તમે 27 સભ્યો છો પરંતુ આપનો એક એક વ્યક્તિ એમના દસ દસ વ્યક્તિને ભારે પડશે. ખોટું કરતા નહીં અને ખોટું કરવા દેતા નહીં અને જો કોઈ ખોટું કરે તો તેમને નાની યાદ દેવડાવી દેજો'


કેજરીવાલ એરપોર્ટ પર પહોંચે તે પહેલા જ આપના કાર્યકર્તાઓ ધીરે ધીરે તેમના સ્વાગત માટે એકત્રિત થઈ ગયા હતા. એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ મોટી સંખ્યામાં આવેલા આપના કાર્યકર્તાઓને જોઈને ખુશ થઈ ગયા હતા


અરવિંદ કેજરીવાલના જોઈને આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમનો કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો હતો. સર્કિટ હાઉસ ખાતે તેવો શહેરના સમાજસેવી વેપારીઓ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.


સુરત એરપોર્ટ પર પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તેમણે મીડિયા સાથે વાત ન કરી સીધા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચી ગયા હતા. એરપોર્ટથી સર્કીટ હાઉસમાં સામાજીક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજાઈ હતી.


બપોરે 3:00 વાગે સુરતના (વરાછા)મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. રોડ શોની શરૂઆત મીનીબજાર (માનગઢ ચોક) સરદાર પ્રતિમાને પુષ્પઅંજલી આપી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતી અને જનસભા સંબોઘન કરશે. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે.