

કિર્તેશ પટેલ, સુરત : શહેરના ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુલટેગરની ડીંડોલી વિસ્તારમાં તેના ઘરની બહાર 10 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ગંભીર ઇજા સાથે આ બુટલેગરને સારવાર માટે ખસેડવામાં આવતા કરુંણ મોત થયું હતું. જોકે આ ઘટનામાં પોલીસે 5 લોકોની કરી ધરપકડ કરી છે.


સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર ખાતે છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર દારૂનો વેપાર કરતો નામચીન બુટલેગર શંકર ઉર્ફે કાલુ નીકમના ગતરોજ પોતાના ઘરે ડીંડીલો ખાતે રાત્રે 11 વાગે પહોંચ્યા બાદ પોતાના ઘર બહાર પોતાની સ્વીફ્ટ ગાડી પાર્ક કરતાની સાથે 10 જેટલા લોકો તેના પર ઘાતક હથિયાર સાથે તૂટી પડ્યા હતા, જેને લઇને તે ઇજાગ્રસ્ત હાલતમાં પોતાના ઘરમાં ભાગતા આ ઈસમો તેની પાછળ ઘરમાં દોડ્યા અને તેના પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટીયા હતા.


જોકે આ નામચીન બુટલેગર સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત થયું હતું. જોકે બીજી બાજુ ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં દારૂના ધંધામાં હરીફાઈને લઇને હત્યા થયાનું સામે આવતા પોલીસે તપાસ કરતા 5 લોકોની અટકાયત કરી છે. જેમાં આરોપીના નામ કિરણ ઉર્ફે માયા ઉર્ફે ગટલ્યા અશોકભાઈ ગંગારામ ઠાકરે, ગુરમુખસીંગ ક્રીપાલસીંગ સરદાર, સન્ની ઉર્ફે કિશન ઉર્ફ સોન્યા-બાપુરાતન પાટીલ, અક્ષય રવીન્દ્ર પાટીલ, રાકેશ ઉર્ફે રાકીયા દાદાભાઈ ભામરે, અજય ઉર્ફે અજુ સિરસાઠને પોલીસે ઝડપી પાડ્યા છે.