

કિર્તેશ પટેલ, સુરત : કહેવાય છે કે બાળપણ અને જુવાની કરતા વૃધાવસ્થામાં જીવન જીવવું થોડું મુશ્કેલ હોય છે. અને એમાં પણ એકલવાયું જીવન જીવવું અઘરુ બની રહે છે. અને આવા સમયએ એક સહારાની જરૂર હોય છે. અને આજના આધુનિક યુગમાં પરિવાર પણ સહકાર આપે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની હતી. જેમાં અંકલેશ્વરનાં વૃદ્ધએ મુંબઈની વૃદ્ધા સાથે લગ્ન કર્યા હતા. આ અનોખા લગ્ન કરનાર દંપતીનો સુરતમાં સત્કાર સમારોહ યોજાયો હતો.


ઢળતી વયે એકલવાયા જીવન જીવવું અઘરુ બની રહે છે. આવામાં તમને હંમેશા સહારાની જરૂર પડે છે. કોઈની હૂંફ, સતત પડખે રહેવું જીવન જીવવા નવો જુસ્સો પ્રેરે છે. ભારતમાં પણ હવે એકલા રહેતા વૃદ્ધોમાં લગ્ન કરવાનું પ્રમાણ આ કારણે વધી રહ્યું છે.


શિક્ષણની સાથે લોકો પણ જાગૃત બનવા લાગ્યા છે. જેથી હવે પરિવારના સહકારથી જ દીકરા-દીકરીઓ એકલવાયુ જિંદગી જીવતા માતાપિતાને લગ્ન કરવા પ્રેરે છે. ત્યારે સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતા.


અંકલેશ્વરમાં રહેતા હરીશભાઈ પટેલ તેઓ ટિમ્બરનો વ્યવસાય કરે છે. જ્યારે તેમની પત્ની 7 મહિના પહેલાં કોરોનામનાં કારણે ગુજરી જતાં તેઓ એકલતા અનુભવતા હતા. ગત મહિને તેઓ અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા હતા અને તેમને પાછલી જિંદગીમાં એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવા જીવનસાથી શોધી આપવા જણાવ્યું હતું.


બીજી તરફ, મુંબઈમાં રહેતાં જ્યોત્સ્નાબેન જૈનની બે દીકરી અને એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે, જ્યારે જ્યોત્સ્નાબેનના પતિનું કેન્સરથી નિધન થયું હતું. જેથી તેઓ એકલતા અનુભવતાં હતાં. ગત વર્ષે મુંબઈમાં અનુબંધ ફાઉન્ડેશનનો કાર્યક્રમ જોયો હતો અને ત્યાંથી ફરીથી લગ્નનો વિચાર આવ્યો હતો. ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે મીટિંગ કરાવાઈ હતી. જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં.


બીજી તરફ, મુંબઈમાં રહેતાં જ્યોત્સ્નાબેન જૈનની બે દીકરી અને એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે, જ્યારે જ્યોત્સ્નાબેનના પતિનું કેન્સરથી નિધન થયું હતું. જેથી તેઓ એકલતા અનુભવતાં હતાં. ગત વર્ષે મુંબઈમાં અનુબંધ ફાઉન્ડેશનનો કાર્યક્રમ જોયો હતો અને ત્યાંથી ફરીથી લગ્નનો વિચાર આવ્યો હતો. ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે મીટિંગ કરાવાઈ હતી. જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં.


જેમાં દીકરાઓ વિદેશમાં સ્થાયી થયા છે, અને દીકરી મુંબઈમાં રહે છે. ત્યારે કોરોના મહામારીને કારણે જ્યોત્સનાબેનના દીકરાઓ આ લગ્નમાં સામેલ થઈ શક્યા ન હતા. પરંતુ દીકરીએ માતાને હોંશેહોંશે વિદાય કરી હતી. જ્યોત્સ્નાબેન અને હરીશભાઈએ રહેવા વડોદરાનો ગોત્રી વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાં હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો એક ફ્લેટ બુક કરાવ્યો છે. ત્યારબાદ બંને હનિમૂન માટે નીકળી પડ્યા હતા. . જેમાં ત્રણ દિવસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ હાઉસમાં, 2 દિવસ પોઈચા અને 2 દિવસ સાપુતારામાં રહ્યા હતા. જ્યોત્સ્નાબેન અને હરીશભાઈએ રહેવા વડોદરાનો ગોત્રી વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાં હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો એક ફ્લેટ બુક કરાવ્યો છે. ત્યારબાદ બંને હનિમૂન માટે નીકળી પડ્યા હતા. . જેમાં ત્રણ દિવસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ હાઉસમાં, 2 દિવસ પોઈચા અને 2 દિવસ સાપુતારામાં રહ્યા હતા.