Home » photogallery » south-gujarat » સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત શહેરમાં લુખ્ખા તત્વો બેફામ, લોહિયાળ વારદારાતોથી શહેર ખદબદી ઉઠ્યું, વધુ એક હત્યા થઈ, વધુ એક આરોપી ઝડપાયો

विज्ञापन

  • 15

    સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

    કિર્તેશ પટેલ, સુરત : પાંડેસરા વિસ્તારમાં (pandesara murder case) ગત રાત્રે સુરત મહાનગરપાલિકાના (murder of covid care employee) કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલતા પાંડેસરા પોલીસે ડીંડોલીના માથાભારે યુવાનની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં 'તું શું ભાઇ બનવાનો અને અહીંનો દાદો બનીને ફરે છે, તારી કોઇ હેસીયત નથી જો હું પણ છરો રાખું છું' એમ કહી અપમાનીત કરતો હોવાથી ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યાની હત્યારાએ કબૂલાત કરી છે. સુરતમાં જાણે લુખ્ખા તત્વોનું રાજ વ્યાપ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. તેવામાં વધુ એક હત્યા થઈ અને તેનો આરોપી પણ ઝડપાઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

    નવી સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં નોકરી કરતા મહાનગરપાલિકાના કોન્ટ્રાકટ બેઝ કર્મચારી નિખીલ રતિલાલ વણકર (ઉ.વ. 27 રહે. 105, ગાંધીનગર સોસાયટી, પારસીવાડ, સીંગણપોર) ની પાંડેસરા આર્વીભાવ સોસાયટીમાં શ્રી સાંઇશ્વર મહાદેવ મંદિરની ગલીમાંથી જાઘના ભાગે ચપ્પુ મારી હત્યા થયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યારા નિલેશ ઉર્ફે નીલીયો ભીખા પાટીલ (ઉ.વ. 26 રહે. માનસી રેસીડન્સી, ડીંડોલી) ની ધરપકડ કરી છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

    ઉલ્લેખનીય છે કે હાલમાં સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતો નિખીલ અગાઉ પાંડેસરા હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ હેઠળ કોરોના ડિપાર્ટમેન્ટમાં સર્વેલન્સ વર્કર તરીકે કામ કરતો હતો. તે દરમ્યાન તે નિલેશ પાટીલના સંર્પકમાં આવ્યો હતો અને છેલ્લા 15-20 દિવસથી તેઓ નિયમીત પણે મળતા હતા.

    MORE
    GALLERIES

  • 45

    સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

    બીજી તરફ માથાભારે પ્રકૃતિના નિલેશને ભાઇ બનવાના શોખ હોવાથી તે પોતાની સાથે ચપ્પુ કે છરો રાખતો હતો. જેથી નિખીલ નિલેશને કહેતો હતો કે 'તું શું ભાઇ બને છે, તારી કોઇ હેસીયત નથી, તું શું છરો રાખે છે મારી પાસે પણ છરો છે' એમ કહી તેને છરો બતાવતો હતો અને બધા મિત્રોની વચ્ચે અપમાનીત કરતો હતો.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : 'તું શું ભાઇ બનવાનો, તારી હેસીયત નથી, જો હું પણ છરો રાખું છુ', SMCના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો

    ઉપરાંત પોતાને ટેમ્પો ભરીને તલવાર, ફટકા, ચપ્પુ, રેમ્બો છરો જેવા હથિયાર જોઇએ છે એવી ફોન પર વાત કરી નિલેશને આડકતરી રીતે ડરાવવાનો પ્રયાસ પણ કરતો હતો. જેથી નિલેશને મનમાં થયું હતું કે પોતાના વિસ્તારમાં આવી દાદાગીરી કરનાર નિખીલ કોણ ? અને જો એની દાદાગીરી રહેશે તો પોતાનું વર્ચસ્વ નહીં રહેશે એવું વિચારી નિલેશે ફોન કરી નિખીલને મળવા બોલાવી ચપ્પુનો ઘા જાંઘના ભાગે ઝીંકી ભાગી ગયો હતો.

    MORE
    GALLERIES