કિર્તેશ પટેલ, સુરતઃ એબીજી શિપયાર્ડ કૌભાંડમાં (ABG Shipyard scam) સીબીઆઈ બાદ ઇડી (Enforcement Directorate)એ પણ તપાસ શરૂ કરી છે અને દેશના અલગ અલગ શહેરોમાં દરોડાની (Raid) કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ મની લોન્ડરિંગ (Money laundering) સંબંધિત કેસમાં મુંબઈ, સુરત, પુણે સહિત અનેક શહેરોમાં દરોડા એબીજી શિપયાર્ડ કૌભાંડમાં સીબીઆઈ બાદ ઇડીએ પણ તપાસ શરૂ કરી છે. અને દેશના અલગ અલગ શહેરોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમયગાળા દરમિયાન સૌથી મોટી રકમ ICICI (7,089 કરોડ) છે. તે પછી IDBI (3,639 કરોડ), SBI (2,925 કરોડ), બેન્ક ઓફ બરોડા (1,614 કરોડ) અને પંજાબ નેશનલ બેંક (રૂ. 1,224 કરોડ) છે.આ મામલે પહેલી ફરિયાદ 8 નવેમ્બર 2017ના રોજ કરી હતી. દોઢ વર્ષથી વધુ સમય સુધી તપાસ કર્યા પછી સીબીઆઈએ 7 ફેબ્રુઆરી, 2022 ના રોજ કેસમાં એફઆઈઆર નોંધી હતી.
ત્યારબાદ સીબીઆઈએ 12 ફેબ્રુઆરીએ 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા, ત્યારબાદ દેશનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું હતું. CBI અને ED એ એબીજીના ભૂતપૂર્વ ચેરમેન અને એમડી ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્ય ડિરેક્ટરને આરોપી તરીકે નામ આપ્યા છે. હવે આ કેસમાં ઇડી મેદાનમાં ઉતરી છે ઇડીએ આજે સમગ્ર દેશમાં એબીજી શિપયાર્ડ સાથે સંકળાયેલ કંપનીઓ અને જગ્યાઓ પર દરોડા પાડી તપાસ આગળ વધારી છે. સુરત ખાતે પણ એબીજી શિપયાર્ડ ખાતે ઇડીની દિલ્હી ખાતેની ટીમ આવી તપાસ શરૂ કરી છે.