

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર લઇ રહેલ વૃદ્ધાએ પરિવારને કીધું હતું કે, જો મારુ મોત થાય તો મારા કાનની સોનાની બુટ્ટી સાથે મારી અંતિમ કિયા કરવી. જોકે માતાના મોત બાદ અંતિમ દર્શન માટે ચાદર હટાવી ત્યારે પરિવારને ખબર પડી કે માતાની સોનાનાની બુટ્ટી ગાયબ છે. આ મામલે પરિવારે હોસ્પિટલ તંત્રને જાણકારી આપતા હોસ્પિટલ તંત્ર દ્વારા હાથ ઉચ્ચા કરી લેતા પરિવારે આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસેગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.


સુરતમાં સતત કોરોના દર્દીનો વધારો થઈ રહ્યો છે અને કોરોના સારવાર દરમિયાન દર્દીના મોત પણ થઈ રહ્યા છે. જોકે કોરોના સારવાર દરમિયાન મોત થતા તેમની ડેટબોડી પરિવારને બતાવામાં આવતી નથી, ત્યારે આજે એક પરિવારને તેમની માતાની ડેથબોડી બતાવતા માતાના કાનમાંથી સોનાનાની બુટ્ટી ચોરી થયાનું માલુમ પડ્યું હતું. સુરત શહેરના ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સંગ્રામ પુરા વિસ્તારમાં રહેતા જરીવાળા પરિવારની માતા શોદાબેન બાબુભાઇ જરીવાળા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગત તારીખ 24મીએ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગતરોજ તેમનું કોરોના સારવાર દરમિયાન મોત થયું હતું. જરીકામ સાથે સંકળાયેલ વૃધ્ધાના ત્રણેય દીકરાને માતાએ પોતાની અંતિમ ઈચ્છા કહી હતી કે મારા ગુજરી ગયા બાદ પણ કાનમાંથી સોનાના બુટ્ટી કાઢવી નહીં અને બુટ્ટી સાથે જ અંતિમ વિધિ કરવી.


માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા રાત્રે સવા વાગ્યે માતાના મોત બાદ ત્રણેય ભાઈઓએ ભેગા થઈ હોસ્પિટલને જાણ કરી હતી અને કાનમાંથી બુટ્ટી ન કાઢવા સુચન કર્યું હતું. આજે બીજા દિવસે સવારે પણ આ બાબતે હોસ્પિટલનું ધ્યાન દોર્યું હતું. જોકે, અંતિમ વિધિ પહેલા માતાના અંતિમ દર્શન માટે મોઢા પરથી ચાદર ઉચકવામાં આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફોડ થયો હતો. દીકરાઓને પોતાના માતાના કાનમાંથી સોનાના બુટ્ટી ગાયબ થયેલી જોવા મળતા, તાત્કાલિક વૃદ્ધના દીકરાઓ દ્વારા હોસ્પિટલ સંચાલકનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું. જોકે હોસ્પિટલ મેનેજમેન્ટે આ મામલે હાથ ઉંચા કરી નાખ્યા હતા, જેને લઈને પરિવારે તાત્કાલિક ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો.


પોલીસ હોસ્પિટલ ખાતે પોંહચીને પરિવારને પહેલા અંતિમ ક્રિયા કરવાની અને અંતિમ કિયા બાદ તેમની ફરિયાદ લેવાની બાંહેધરી આપી હતી. જોકે પરિવાર માતાની અંતિમ કિયા કરીને ખટોદરા હોસ્પિટલ ખાતે પોંહચીને આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.


જરીવાળા પરિવારે હોસ્પિટલ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 24મીએ માતાને દાખલ કર્યા હતા. ત્યારે અઠવાડિયાનું પેકેજ સવા લાખ જેટલું કહેવામાં આવ્યું હતું. ગઈકાલે બિલ પેટે સવા ચાર લાખની ઉઘરાણી કરતા હતા. અમે લગભગ 1.70 લાખ ભરી ચૂક્યા છીએ. દલીલ કરતા સમાધાન પર આવી ગયા હતા અને 2 લાખ આપી વાત પૂરી કરવાની વાત કરતા થઈ ગયા હતા.