

કિર્તેશ પટેલ, સુરત : શહેરની પનાસ નહેરમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મામલે પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળાત મળી છે. પોલીસે આ મામલે તપાસ કરતા માત્ર 500 રૂપિયાની મામુલી લેતીદેતીમાં ખટરાગ થતા મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી હતી અને તેના મૃતદેહને પનાસ નહેરમાં ફેંકી દીધો હતો.


બનાવની વિગત એવી છે કે શહેરના સિટીલાઇટ વિસ્તારના અણુદ્રાર નજીક પનાસ નહેરમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. આ લાશને બહાર કાઢીને પોલીસે તપાસ કરી હતી. પોલીસે લાશનું પીએમ કરતા તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.


પોલીસે લાશનો કબ્જો લઈને તપાસ કરતા તેનું નામ વિકાસ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તપાસ કરતા આ યુવક શહેરના જમનાનગરથી ભટાર જવાના રોડ પર બીઆરટીએસ પાસેના ફૂટપાથ પર રહેતો હતો.


આ યુવક સાથે જિતુ અને રામસિંગ નામના બે શખ્સો પણ રહેતા હતા અને સાથે મજૂરી કામ કરતા હતા. દરમિયાન બેંની આકરી પૂછપરછ કરતા માલૂમ પડ્યું હતું કે લૉકડાઉન કામ ન મળતા તે સતત પરેશાન હતા.


રામસિંગ એક દિવસ મજૂરીએથી પરત આવ્યો અને 500 રૂપિયાનું રાશન લાવ્યો હતો અને વિકાસને જમનાવું બનાવવા માટે કહ્યું હતું. આ 500 રૂપિયાના મામલે પૈસા માંગ્યા હતા અને જમવાનું બનાવવાનું કહ્યું હતું. આ મામલે વિકાસે રામસિંગને માર માર્યો હતો.


આ ઝઘડામાં રામસીંગને લાગી આવતા તેણે વિકાસ ઉંઘી ગયા હબાદ જિતુ સાથે મળી તેની માથે લાકડાનો ફટકો માર્યો હતો અને ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. જોતજાતમાં વિકાસના રામ રામ રમી ગયા હતા.