કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી સતત (Surat Corona cases) વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 242 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (9 Septmber surat covid cases) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 150 જયારે ગ્રામીણ વિસ્તારમાં 90 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 23335 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના (surat covid deaths) કોરોનાથી મોત સાથે મરણ આંક 853 પર પહોંચ્યો છે, તેવામાં આજે 206 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
સુરતમાં (Surat) લૉકડાઉનમાં (unlock) છૂટછાટ અને વિસર્જન બાદ સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 242 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 150 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 18004 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 90 કેસ સાથે દર્દી સંખ્યા 5351 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 23355 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 853 થયો છે. જેમાંથી 215 મૃત્યુ જિલ્લાના છે અને 638 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 155 જ્યારે જિલ્લામાં (surat corona recovery rate) આજે 51 દર્દીને રજા આપતા, કુલ 206 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 20,066જેમાં ગ્રામ્ય વિસ્તારના 4283 દર્દી છે.
જોકે જિલ્લામાં (Surat district corona cases) ચોર્યાસીમાં 33, ઓલપાડમાં 8, કામરેજ 15, પલસાણા 11, બારડોલી 10 ,મહુવા 6, માંડવી 4 અને માંગરોળ 5 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા જિલ્લામાં 90 નવા કેસ નોંધાયા છે જ્યારે મોતનો આંકડો પણ વધ્યો છે. દરમિયાન હવે સુરતમાં કોરોના વાયરસના સંક્રમિત વ્યક્તિના પરિવારના કો-મોર્બિડ દર્દીના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે.