સુરત : બપોર સુધીમાં Coronaના વધુ 105 કેસ, દક્ષિણ ગુજરાતના બે સહકારી આગેવાનોનાં મોત
સુરત ડિસ્ટ્રીકટ બેન્ક તેમજ મઢી સુગર ફેકટરીïના માજી પ્રમુખ દિલીપભાઈ ભક્તનું અને બારડોલી નાગરિક બેન્કના ડિરેકટર જગુભાઈ પટેલનું કોરોનામાં મોત થતા સહકારી અને સામાજિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો


કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાંï કંઇક અંશે ઘટાડો દેખાયો છે. પરંતુ સરેરાશ રોજના ૨૦૦ જેટલા કેસો હજુ પણ આવી રહયા છે. તેની સામે મોતનો આંકડો પણ અોછો થયો છે. જા કે સરેરાશ રોજના પાંચ થી સાતના મોત નિપજી રહયા છે. શનિવારે સુરતમાં 105 (Surat corona cases) નવા કેસો નોંધાયા છે. જયારે ચારના મોત પણ નિપજ્યા છે.જેમાં સુરત ડિસ્ટ્રીકટ બેન્ક તેમજ મઢી સુગર ફેકટરીïના માજી પ્રમુખ દિલીપભાઈ ભક્તનું અને બારડોલી નાગરિક બેન્કના ડિરેકટર જગુભાઈ પટેલનું કોરોનામાં મોત થતા સહકારી અને સામાજિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે.


સુરત શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં સરેરાશ રોજના 200થી વધુ કેસો સુરતમાં નોંધાઇ રહ્યા છે. છેલ્લાં (Surat coronaupdates) 10 દિવસથી રાંદેર અને અઠવા ઝોન કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યુ હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના વાયરસની સ્થિતી કંઈ રીતે કાબુમાં લેવાઇ તે અંગે તમામ પગલાઓ તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. લોકો પણ સાવચેત થઇ તકેદારીના તમામ પગલા લઇ રહ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


શનિવારે બપોર સુધી સુરત શહેરમાં 75 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં 12,420 કેસો નોંધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહ્યા છે. બપોર સુધીમાં 30 નવા કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં (Surat covid-19 deaths) પણ કોરોનાનો પોઝિટિવ આંક 3,047 થય છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક 14,467 પર પહોîચ્યો છે. આ ઉપરાંત કોરોનામાં વધુ 4 દર્દીઓનાં મોત નિપજતા મૃત્યુઆંક 672 પર પહોંચ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)


જેમાં સુરત ડિસ્ટ્રીકટ બેન્ક તેમજ મઢી સુગર ફેકટરીના માજી પ્રમુખ દિલીપભાઈ ભક્તનું અને બારડોલી નાગરિક બેન્કના ડિરેકટર જગુભાઈ પટેલનું કોરોનામાં મોત થતા સહકારી અને સામાજિક ક્ષેત્રમાં (Surat corona updates of 8 agusut) શોકનો માહોલ છવાયો છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. શુક્રવારે સૌથી વધુ 347 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 11,457 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.