

કિર્તેશ પટેલ, સુરત : સુરતનો પાંડેસરા વિસ્તાર આમ તો ઔદ્યોગીક વિસ્તાર છે, અહીંયા શ્રમિક મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે શ્રમિક પરિવારની એક બાળકી (7 years old missing in surat) જેની ઉંમર માત્ર 7 વર્ષની છે તે અચાનક ગુમ થઈ જતા પાંડેસરા પોલીસ (Mega search operation of surat Police) સાથે સચિન પોલીસ સ્ટેશન સાથે સચિન GIDCપોલીસ સ્ટેશનના અધિકારી સાથે 150 કરતા વધુ કર્મચારી આ બાળકીને શોધવા લાગ્યા છે. જોકે આ બાળકીને શોધવા શહેર ક્રાઇમ બ્રાન્ચ સાથે ખુદ જોઈન્ટ (Joint commissioner of police surat) કમિશનર પણ મેદાને ઉતરતા કુતૂહલ સર્જાયું છે.


ગરીબ ઘરની બાળકીને શોધવા આટલા મોટા પ્રમાણ પોલીસ (surat Police) ઉતરી જતા લોકો પણ વિચારમાં પડી ગયા છે. સુરતના પાંડેસરાના શ્રમિક વિસ્તારમાં સવારથી પોલીસ મોટા પ્રમાણ માં ઘરે ઘરે જઈને આ શ્રમિકની પરિવાર ગુમ થયેલી 7 વર્ષની બાળકીને શોધી રહ્યા છે.


જલારામ નગર ખાતે રહેતા શ્રમિક પરિવાર ની 7 વર્ષની માયા નામની બાળકી ઘર બહાર રમતી હતી અને અચાનક ગુમ થઈ ગયાનું પરિવારને ખબર પડતા તે પોલીસ મથકે દોડી ગયા હતા.


જોકે પોલીસે મામલાની ગંભીરતા જોઈને પાંડેસરા પોલીસ સાથે PI, PSI અને પોલીસ કર્મચારી બાળકીની શોધખોલ શરુ કરી હતી.જોકે ઘટાની જાણકારી મળતા આ વિસ્તારના ACP સાથે DCP પણ બનાવ વાળી જગ્યા પાર દોડી આવ્યા હતા. જોકે વિસ્તાર મોટો હોવાને લઈને તાતકાલિક નજીકના સચિન પોલીસ મથક અને સચિન GIDC પોલીસ મથકના પોલીસ કર્મચારી અને અધિકારીની પણ મદદ લેવામાં આવી છે.


150 કરતા પણ વધુ કર્મચારી હાલ આ બાળકીને શોધી રહ્યા છે. ત્યારે બનાવ અંગે જાણકારી મળતા ખુદ જોઈન્ટ કમિશનર મુનિયા સાહેબ સાથે શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ આ બાળકીને શોધવા કામે લાગી છે.


પોલીસના આધારભૂત સૂત્રોની વાત માનીએ તો આ વિસ્તારમાં શ્રમિક પરિવાર નાની બાળકી ગુમ થયા બાદ તેની સાથે દુષ્કર્મની ઘટના બનતી હોય છે આવી કોઈ ઘટના આ બાળકી સાથે ન બને અને બાળકી સહીસલામત મળી આવે તે માટે પોલીસે મોટા પ્રમાણમાં સર્ચ શરૂ કર્યુ છે.