કિર્તેશ પટેલ, સુરત શહેર સહિત જીલ્લામાં ફરીથી (surat corona cases) કોરોના વાયરસનો કહેર વધી રહ્ના છે.છેલ્લા બે દિવસથી કોરોના વાયરસનો આંકડો વધવાને કારણે તંત્રમાં ચિંતા જાવા મળી હતી. તે દરમ્યાન શુક્રવારે (4 September surat corona cases) સુરતમાં 110 કેસ નોîધાયા છે. આ સાથે શહેર-જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 21,872 પર પહોîચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક 831 થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં 18,266 લોકો ઘરે પરત ફર્યા છે. હાલ સિવીલ અને સ્મિમેર હોસ્પિટલમાં 252 દર્દીઓ સારવાર લઇ રહ્ના છે. જયારે સિવીલ , સ્મિમેર સહિત અન્ય હોસ્પિટલોમાં 761 એકટીવ કેસો છે.
સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોîધાયો છે.તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછા થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોîધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે. ખાસ કરીને શહેરના કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે.
આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક 21,872 પર પહોîચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી 931 ના મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી 18,266 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી (surat corona recovery rate) રેટ લગભગ 84 થી 85 ટકા થયો છે.
નવા નોîધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાની સારવાર લઇ રહેલા 761 દર્દીઓ એકટીવ છે. જયારે સિવીલમાં 148 અને સ્મિમેરમાં 104 દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી લગભગ 80 ટકા બેડો બંને હોસ્પિટલોમાં ખાલી જાવા મળી રહ્ના છે. (અહેેવાલી તમામ તસવીરો પ્રતિકાત્મક છે. )