સુરત : 24 કલાકમાં Coronaનાં વધુ 222 કેસ નોંધાયા, 4 દર્દીનાં મોત, રાંદેર-અઠવામાં કેસમાં સતત વધારો
વધુ 4 લોકોનાં મૃત્યુ થતા મૃત્યુ આંક 794 પર પહોંચ્યો, સતત ત્રીજા દિવસે સુરત જિલ્લાના પોઝિટિવ કેસના આંકડા અને ગાંધીનગરથી પ્રસિદ્ધ બૂલેટિનના આંકડામાં વિસંગતતા આવતા ગંભીર સવાલો સર્જાયા


કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી સતત (Surat corona cases) વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 222 દર્દીનો (26 August surat corona cases) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 168 જયારે ગ્રામીણ વિસ્તારમાં 54 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 19825 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે (Surat covid-19 deaths) મરણ આંક 794 પર પહોંચ્યો છે, તેવામાં આજે 192 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.


દેશમાં અને રાજ્યમાં લૉકડાઉનમાં (Lockdown) મળ્યા બાદ સુરતમાં સતત કેસ વધી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં કોરોના પોઝિટિવ નવા 222 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 168 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 15592 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 54 કેસ સાથે દર્દી સંખ્યા 4233 પર પહોંચી છે.


કુલ દર્દી સંખ્યા 19,825 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 4 દર્દીનાં કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 794 થયો છે. જેમાંથી 190 મૃત્યુ જિલ્લાનાં છે અને 604 શહેરી વિસ્તારના છે. આજે શહેરમાંથી 110 જ્યારે જિલ્લામાં આજે 82 દર્દીને રજા આપતા, કુલ 192 દર્દીઓ (surat coronavirus discharged patients) કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 16391 જેમાં ગ્રામ્ય વિસ્તારના 3400 દર્દી છે.


સુરત શહેરમાં બે વિસ્તારોમાં કેસ ઓછા થવાનું નામ નથી લેતા તેવામાં આજે સેન્ટ્રલ ઝોન 17 , વરાછા એ ઝોનમાં 16. વરાછા બી, 08, રાંદેર ઝોન (Rander zone) 30 કતારગામ ઝોનમાં 19, લીબાયત ઝોનમાં 16, ઉધના ઝોનમાં 16 અને અથવા ઝોનમાં (Athwa Zone) 46 કેસ નોંધાયા.


જોકે જિલ્લામાં ચોર્યાસી 5, ઓલપાડ 7, કામરેજ 5, પલસાણા 8 બારડોલી 17 ,મહુવા 1, માંડવી 5 અને માંગરોળ 6 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. આજે સતત ત્રીજા દિવસ સુરત જિલ્લા પ્રસાશન અને ગાંધીનગરના કોરોનાનાં આકંડામાં અંતર જોવા મળ્યું છે. આજે ગાંધીનગરથી પ્રસિદ્ધ સ્ટેટ કોરોના હેલ્થ બૂલેટિનમાં જિલ્લાના 85 કેસ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે સુરત જિલ્લા પ્રસાશનની યાદીમાં માત્ર 54 કેસ નોંધાયેલા દર્શાવતા આ વિસંગતતાઓ પ્રશ્નો ઊભા કરી રહી છે.