કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 294 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 183 જયારે ગ્રામીણ વિસ્તારમાં 111 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 27114 પર પહોંચી છે. જયારે આજે 2 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 903 પર પહોંચ્યો છે, તેવામાં આજે 270 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 294 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 183 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 20267 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 111 કેસ સાથે દર્દી સંખ્યા 6847 પર પહોંચી છે. પ્રતિકાત્મક તસવીર
કુલ દર્દી સંખ્યા 27114 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 903 થયો છે. જેમાંથી 240 મૃત્યુ જિલ્લાના છે અને 663 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 180 જ્યારે જિલ્લામાં આજે 90 દર્દીને રજા આપતા, કુલ 270 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 23685 જેમાં ગ્રામ્ય વિસ્તારના 5556 દર્દી છે.