કિર્તેશ પટેલ, સુરત : સુરત : સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના (Surat corona cases) કેસો કંઇ અંશે ઘટાડો નોધાયો છે. પરંતુ સુરતમાં રોજના સરેરાશ નવા 230 જેટલા આવી રહયા છે.જેથી તંત્ર માટે હજુ પણ ચિંતાનો વિષય છે. તે દરમ્યાન મંગળવારે સુરતમાં બપોર સુધી 110 (surat 18 August mid day corona cases) કેસ નોધાયા છે. આ સાથે સુરતમાં 17,840 કેસો નોધાઇ ચુકયા છે. મૃત્યુઆંક 740 થયો છે. તેની સામે અત્યાર સુધી 14 હજાર લોકો સાજા થઇ ઘરે પરત ફર્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તંત્ર અથાગ પ્રયાસ કરી રહી છે.તેમ છતાં કોરોનાનો કહેર જાવા મળી રહયો છે. ખાસ કરીને શહેરનાકતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે.તે દરમ્યાન મંગળવારે બપોર સુધી સુરત શહેરમાં 85 કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં 14,180 કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહ્યો છે. પ્રતિકાત્મક તસવીર
બપોર સુધીમાં જિલ્લામાં ૨૫ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક 3,660 કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક 17,840 પર પહોચ્યો છે. અત્યાર સુધી 740 દર્દીનાં (Surat covid deaths) મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી 13,994 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં કન્ટેઈન્ટમેન્ટ કલસ્ટર વિસ્તારના ઘરોની સંખ્યા 19,542 છે અને કન્ટેઈન્ટમેન્ટ કલ્સ્ટર વિસ્તારના લોકોની સંખ્યા 77,839 હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે. જિલ્લામાં વધતા જતા કોરોના કેસોની સંખ્યા માટે સંખ્યાને અંકુશમાં લેવા રાજ્ય સરકાર દ્વારા ડેપ્યુટેશન પર ડોક્ટર મેઘાબહેન મહેતાની નિમણૂંક કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)