કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 243 દર્દીનો (17 August Suratcorona updates) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં (17 August Suratcorona cases) 168 જયારે ગ્રામીણ વિસ્તારમાં 75 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 17730 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 740 પર પહોંચ્યો છે, તેવામાં આજે 340 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 243 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 168 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 14095 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 75 કેસ સાથે દર્દી સંખ્યા 3635 પર પહોંચી છે.
કુલ દર્દીની સંખ્યા 17730 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીનાં કોરોનાથી (surat covid deaths) મોત થયા છે. મૃત્યુઆંક 740 થયો છે. જેમાંથી 164 મૃત્યુ જિલ્લાનાં છે અને 576 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 298 જ્યારે જિલ્લામાં આજે 42 દર્દીને રજા આપતા, કુલ 340 દર્દીઓ (surat corona dicharged numbers) કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 13995 જેમાં ગ્રામ્ય વિસ્તારના 2843 દર્દી છે.