

કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાંï કંઇક અંશે ઘટાડો દેખાયો છે. પરંતુï સરેરાશ રોજના ૨૦૦ (Surat corona cases) જેટલા કેસો હજુ પણ આવી રહયા છે. તેની સામે મોતનો આંકડો પણ ઓછો થયો છે. તે દરમ્યાન મંગળવારે (11 August surat corona cases) સુરત શહેરમાં નવા 85 અને જીલ્લામાં 25 કેસ મળી કુલ 110 કેસો નોîધાયા છે. જયારે બે (Surat covid deaths) ના મોત પણ નિપજ્યા છે. આ સાથે મૃત્યુઆંત 697 પર પહોîચ્યો છે. આમ સુરતïમાં કોરોના વાયરસના કેસ ઘટાડવા માટે પાલિકા દ્વારા 112 ધન્વંતરી રથ થકી 4 હજાર રેપીડ ટેસ્ટ અત્યાર સુધી કરવામાં આવ્યા છે. જેમાંથી 400 પોઝીટીવ કેસ મળ્યા હતા.


સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસો જોતા તંત્ર દ્વારા અનેક જનજાગૃતિના પગલાઓની સાથે લોકોને સારવાર મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકાર દ્વારા ધન્વંતરી રથ અને 104ની સેવા પણ કાર્યરત કરી લોકોને ઘર બેઠા સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.


સુરત શહેરમાં 112 ધન્વંતરી રથ દ્વારા ૪ હજાર રેપીડ ટેસ્ટ અત્યાર સુધી કરવામાં આવ્યા છે. જેમાંથી 400 પોઝીટીવ કેસ તંત્રને મળતા તેઓની સારવાર પણ શરૂ કરી હતી.


તેમ છતાં કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે દરમ્યાન મંગળવારે બપોર સુધી સુરત શહેરમાં 85કેસ નોîધાયા છે. આ સાથે શહેરમાં12,966 કેસો નોîધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહ્ના છે. બપોર સુધીમાં 25 કેસ નોîધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક3,181 કેસો નોîધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક 16,147 પર પહોચ્યો છે.