કિર્તેશ પટેલ, સુરત : સુરત : સુરત શહેરના ઉઘના વિસ્તારમાં રહેતી એક બાળકી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ તેની કરપીણ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાળકી ઉપર હેવાનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યુ હોવાની શક્યતાના આધારે પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરત શહેરમાં માનવતાને શર્મશાર કરતી આ ઘટનામાં પોલીસના અસ્તિત્વ સામે મોટો સવાલો સર્જાયો છે.
શહેરના ઉધના પ્રેમનગર ભેદવાડ વિસ્તારમાં રહેતી અને રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 10 વર્ષની બાળકીની લાશ મોડીરાત્રે બીઆરસી કંપની પાસેથી મળી આવી હતી. ગળું દૂબાવી બાળકીની હત્યા કરી ઓળખ છુપાવવા તેણીનું માથું પથ્થર વડે છૂંદી નાંખવામાં આવ્યું હતું. 10વર્ષની બાળકી ઉપર સામહિક દુષ્કર્મ થયું હોવાની શક્યતાના આધારે પોલીસે મોડીરાત્રે લાશને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઉપરાંત સમગ્ર કેસમાં પોલીસે બેની ધરપકડ કરી હતી.
જો કે દિકરીનો કોઈ જ પત્તો નહીં મળતાં બાળકીના પિતાએ પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. બાળકીના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. જો કે આ બધા વચ્ચે બાળકીની લાશ લાશ ઉધના BRC નજીકથી મળી આવી હતી. ગળું દૂબાવી બાળકીની હત્યા કરી ઓળખ છુપાવવા તેણીનું માથું પથ્થર વડે છૂંદી નાંખવામાં આવ્યું હતું.
બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. તેમજ બાળકીની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. જો કે આ મામલે પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી હતી. જેમાં બાળકી કોઈની સાથે જતી નજરે ચડી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ હાથ કરતા જેની સાથે જતી દેખાઈ તે દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણેને પોલીસે ઓળખી લીધો હતો.