

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોના વાાયરસના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. જોકે, હવે પોઝિટિવ સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 227 દર્દીનો રિપોર્ટ (surat corona cases) પોઝિટિવ આવ્યા છે. સુરતમાં (10 August surat corona cases) 176 જયારે ગ્રામીણ વિસ્તારમાં 51 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 16037 પર પહોંચી છે, જયારે આજે 8 લોકોના કોરોનાથી (surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 695 પર પહોંચ્યો છે, તેવામાં આજે 235 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 227 (10 August surat covid cases) દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 176 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 12881 (surat city corona cases) જયારે ગ્રામ્ય વિસ્તારમાં (surat district corona cases) આજે વધુ 51 કેસ સાથે દર્દીની સંખ્યા 3156 પર પહોંચી છે.


કુલ દર્દી સંખ્યા 16037 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 8 દર્દીના કોરોનાનાં કારણે મોત થયા છે. સુરતનો મૃત્યુઆંક 695 થયો છે. જેમાંથી 146 મૃત્યુ જિલ્લાના છે અને 549 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 191 જ્યારે જિલ્લામાં આજે 44દર્દીને રજા આપતા, કુલ 235 દર્દીઓ (Surat corona discharged cases) કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 12119 જેમાં ગ્રામ્ય વિસ્તારના 2520 દર્દી છે. (પ્રતિકાત્મક તસવી)


સુરત શહેરના 10મી ઑગસ્ટે નોંધાયેલા કેસોની વિગત ચકાસીએ તો આજે સેન્ટ્રલ ઝોનમાં 19 , વરાછા એ ઝોનમાં 23. વરાછા બી 17 રાંદેર ઝોન 41 કતારગામ ઝોનમાં 10 લીબાયત ઝોનમાં 12, ઉધના ઝોનમાં 10 અને અથવા ઝોનમાં 44 કેસ નોંધાયા.


જ્યારે સુરત જિલ્લામાં (surat District corona cases) ચોર્યાસીમાં 6, ઓલપાડ 9, કામરેજ 2 , પલસાણા 16 બારડોલી 11 ,મહુવા 2 માંડવી 3 અને માંગરોળ 1અને ઉમરપાડામાં 1 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસ કરતાં નેગેટિવ કેસ વધતા તહેવારોની વચ્ચે સુરતમાં કોરોનાનું સંક્રમણ નાથવામાં તંત્ર કામે વળગેલું હોય તેવું જણાઈ રહ્યું છે.