Home » photogallery » south-gujarat » Photos: કાળઝાળ ગરમીથી દૂર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો

Photos: કાળઝાળ ગરમીથી દૂર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો

Gujarat Travel: સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલુ છે. સમુદ્રથી 1083 મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે

  • 16

    Photos: કાળઝાળ ગરમીથી દૂર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો

    કેતન પટેલ, ડાંગ: ઉનાળુ વેકેશનમાં રજાની મજા માણવા રાજ્યના એક માત્ર ગિરિમથક (Gujarat Hill station) સાપુતારા (Saputara) ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અસહ્ય ગરમીથી (summer) રાહત મેળવા માટે લોકો સાપુતારાને પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો. ત્યારે આ વર્ષે ફરી પ્રવાસીઓની અવરજવરથી ગિરિમથકનો માહોલ રંગીન બની ગયો છે.

    MORE
    GALLERIES

  • 26

    Photos: કાળઝાળ ગરમીથી દૂર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો

    કોરોના મહામારીમાં હોટેલ ઉદ્યોગ સહિત નાના વેપારીઓને ખૂબ મોટી અસર પહોંચી હતી. પરંતુ હાલ લોકો કોરોના ભૂલી સાપુતારા સહિત ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્થળોએ પરિવાર, મિત્રમંડળ સાથે રજાની મજા માણવા આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અન્ય પ્રવાસન સ્થળો કરતા સાપુતારા છેલ્લા ઘણા સમયથી એડવેન્ચર એક્ટિવિટીને કારણે લોકોને વધુ પસંદ પડી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    Photos: કાળઝાળ ગરમીથી દૂર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો

    તેમાં પણ ખાસ કરીને પેરાગ્લાઈડીંગ નાનાથી લઈને મોટા લોકોને ખૂબ આકર્ષે છે. વળી ગરમીની સીઝનમાં તળાવ વચ્ચે બોટિંગ કરવાનું મળે એટલે પ્રવાસીઓને મજા પડી જાય છે.

    MORE
    GALLERIES

  • 46

    Photos: કાળઝાળ ગરમીથી દૂર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો

    સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલ સ્ટેશન છે. સમુદ્રથી 1083 મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે

    MORE
    GALLERIES

  • 56

    Photos: કાળઝાળ ગરમીથી દૂર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો

    અહીં ફરવા માટેના પોઈન્ટમાં સનરાઈઝ પોઈન્ટ, નૌકાવિહાર, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, માછલી ઘર, ઈક્કો પોઈન્ટ, ફોરેસ્ટ નર્સરી, મધ ઉછેર કેન્દ્ર, રોઝ ગાર્ડન, અંબિકા દર્શન, લેક ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર, જૈન મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, સાંઈબાબા મંદિર, આયુર્વેદિક ઔધિઓ ઉદ્યાન, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, આયુર્વેદિક દવાખાનું અને સ્પા, ટેબલ પોઈન્ટ, ઝીપ લાઈન, આર્ટિસ્ટ વિલેજ, તેમજ ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે.

    MORE
    GALLERIES

  • 66

    Photos: કાળઝાળ ગરમીથી દૂર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો

    સાપુતારા હિલ સ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. ત્યાં સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી ખુબજ અદ્ભુત છે.

    MORE
    GALLERIES