Home » photogallery » south-gujarat » Navsari : પિતાની મોબાઈલ શોપ હોવા છતા પર્સનલ ફોન ન રાખી આ દીકરીએ સમગ્ર જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

Navsari : પિતાની મોબાઈલ શોપ હોવા છતા પર્સનલ ફોન ન રાખી આ દીકરીએ સમગ્ર જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નવસારીની AB સ્કૂલની દૃષ્ટિ નામની વિદ્યાર્થિનીએ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આજના સમયમાં સામાન્ય રીતે અભ્યાસ કરવા માટે પર્સનલ મોબાઈલ વસાવતા હોય છે. પરંતુ પ્રથમ ક્રમાંક મેળવનાર દૃષ્ટીએ પિતાની મોબાઈલ શોપ હોવા છતાં પર્સનલ મોબાઈલ વસાવ્યો ન હતો.

  • 16

    Navsari : પિતાની મોબાઈલ શોપ હોવા છતા પર્સનલ ફોન ન રાખી આ દીકરીએ સમગ્ર જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

    માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની બોર્ડનું પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થયું હતું જેમાં રાજ્યનું પરિણામ 64.5 ટકા જ્યારે નવસારી જિલ્લાનું પરિણામ 64.75% રહ્યું હતું નવસારી જિલ્લામાં 162 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને 234 વિદ્યાર્થીઓએ ફરી એકવાર જીલ્લાનું અને એબી સ્કૂલ ડંકો વગાડ્યો છે આ વર્ષે ફરીવાર AB સ્કૂલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    Navsari : પિતાની મોબાઈલ શોપ હોવા છતા પર્સનલ ફોન ન રાખી આ દીકરીએ સમગ્ર જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

    નવસારીની એબી સ્કૂલ છેલ્લા 13 વર્ષથી સારું પરિણામ આપી સમગ્ર નવસારી જિલ્લામાં બેબી સ્કૂલે પોતાનું જાળવી રાખ્યું છે. હાલ ધોરણ 10 ના બોર્ડના પરિણામની વાત કરીએ તો પટેલ દ્રષ્ટિ પ્રદીપભાઈ 600 માંથી 582 ગુણ સાથે 97 ટકા તથા 99.99 પીઆર રેન્ક મેળવી સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    Navsari : પિતાની મોબાઈલ શોપ હોવા છતા પર્સનલ ફોન ન રાખી આ દીકરીએ સમગ્ર જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

    જે ચીખલીની AB સ્કૂલમાં અભ્યાસ કરે છે . પટેલ દ્રષ્ટિ ની વાત કરીએ તો ગામમાં રહેતા આ પરિવાર મોબાઈલ શોપ ચલાવીને કરે છે . પટેલ દ્રષ્ટિના પિતા પ્રદીપભાઈ છેલ્લા 12 વર્ષથી ખેરગામમાં મોબાઈલ શોપની દુકાન ચલાવે છે.

    MORE
    GALLERIES

  • 46

    Navsari : પિતાની મોબાઈલ શોપ હોવા છતા પર્સનલ ફોન ન રાખી આ દીકરીએ સમગ્ર જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

    ખાસ કરીને મહત્વની વાત પિતાની મોબાઇલ શોપની દુકાન હોવા છતાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ દૃષ્ટિ પાસે કોઈ પોતાનો પર્સનલ ફોન નથી અને મોબાઈલથી દૂર રહી તેને સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    Navsari : પિતાની મોબાઈલ શોપ હોવા છતા પર્સનલ ફોન ન રાખી આ દીકરીએ સમગ્ર જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

    પટેલ ઇરા કિનકર કુમાર અને ડોબરીયા દિયા પારસ કુમાર બંનેને 600 માંથી 579 ગુણ સાથે 96.50 ટકા તથા 99.99% PR રેન્ક મેળવી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે તથા પટેલ અંશ શૈલેષ કુમારે 600 માંથી 578 ગુણ સાથે 96.33% તથા 99.98 પીઆર રેન્ક મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

    MORE
    GALLERIES

  • 66

    Navsari : પિતાની મોબાઈલ શોપ હોવા છતા પર્સનલ ફોન ન રાખી આ દીકરીએ સમગ્ર જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

    જેને લઇને એબી સ્કૂલ અને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ નામ રોશન કરેલ તમામ વિદ્યાર્થીઓને એબી સ્કૂલ પરિવાર તરફથી શુભેચ્છા અને તેમના પરિવાર સાથે મોં મીઠું કરીને અભિનંદ પાઠવ્યા છે.

    MORE
    GALLERIES