Home » photogallery » south-gujarat » નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

એક વિદ્યાર્થિનીએ પોતાની હાથની નસો કાપીને તેના લોહીથી આઈ લવ યુ જાનું જેવા શબ્દો કાગળ પર લખ્યા હતા.

  • 18

    નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

    નવસારીના ચીખલી તાલુકામાં એક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતી ચાર જેટલી વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાની વાત સામે આવી હતી. આ વિદ્યાર્થિનીઓ સ્કૂલની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી હતી. સંચાલકોએ આ અંગેની જાણ તેમના માતાપિતાને કરતા ત્રણ વિદ્યાર્થિનીઓના વાલીઓ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા હતા, જ્યારે એક વિદ્યાર્થિનીએ સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું હતું.

    MORE
    GALLERIES

  • 28

    નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

    શું છે આખો બનાવ?: ચીખલી તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ જેટલી વિધાર્થીનીઓ ધોરણ- 12માં અભ્યાસ કરતી હતી. જ્યારે એક વિધાર્થિની ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. આ ચારેય વિધાર્થીનીઓ હોસ્ટેલમાં જ રહેતી હતી.

    MORE
    GALLERIES

  • 38

    નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

    ચારમાંથી ધોરણ-12માં અભ્યાસ કરતી બે વિધાર્થિનીઓ વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી સમલૈંગિક સંબંધો હતા. તેમજ ધોરણ- 9માં અભ્યાસ કરતી વિધાર્થિનીને ધોરણ-12માં અભ્યાસ કરતી વિધાર્થિની સાથે પણ સમલૈંગિક સંબંધો હતા.

    MORE
    GALLERIES

  • 48

    નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

    છેલ્લા એકાદ માસથી આ ચારેય વિદ્યાર્થિનીઓ વચ્ચેના સમલૈંગિક સંબંધો હોસ્ટેલ અને સ્કૂલમાં ચર્ચાનો વિષય બન્યાં હતાં. આ બાબતે અન્ય વિદ્યાર્થિનીઓએ પણ હોસ્ટેલની ગૃહમાતાને ફરિયાદ કરી હતી. આ આખો મામલો સ્કૂલના સંચાલકોના ધ્યાનમાં આવતા તેમણે ચારેય વિદ્યાર્થિનીઓને વાલીઓને બોલાવ્યા હતા અને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કરાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 58

    નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

    આ વાતો જાણીને ત્રણ વાલીઓએ તેમની દીકરીને સ્કૂલમાંથી ઉઠાડી લીધી હતી અને એલસી પરત લઈ લીધા હતા. અન્ય એક વિદ્યાર્થિનીએ આ બનાવ બાદ સ્કૂલમાં આવવાનું જ બંધ કરી દીધું છે. શાળામાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી આ ચારેય વિધાર્થિનીઓમાં એક ડાંગ જિલ્લાની, બે નવસારી જિલ્લાની અને એક નર્મદા જિલ્લાની હોવાનું જાણવા મળ્યું છે.

    MORE
    GALLERIES

  • 68

    નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

    સામે આવી ચોંકાવનારી વિગતો: ચારેય વિદ્યાર્થિની વચ્ચે સમલૈંગિક સંબંધોમાં કેટલિક ચોંકવનારી વિગતો પણ સામે આવી છે. જેમાંથી એક વિદ્યાર્થિનીએ પોતાની હાથની નસો કાપીને તેના લોહીથી આઈ લવ યુ જાનું જેવા શબ્દો કાગળ પર લખ્યા હતા.

    MORE
    GALLERIES

  • 78

    નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

    સાથે જ સમલૈગિંક સંબંધો અંગેના કેટલાક પ્રેમ પત્રો પણ હોસ્ટેલના સંચાલકોએ જપ્ત કર્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે સંચાલકો અને હોસ્ટેલની ગૃહમાતાઓ ભારે વ્યથીત થઈ જવા પામ્યા છે. આ સમગ્ર ઘટનાના શૈક્ષણિક જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.

    MORE
    GALLERIES

  • 88

    નવસારીઃ સ્કૂલમાં ચાર વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધ ઉજાગર થતાં વાલીઓ LC લઈ ગયા!

    હોસ્ટેલના સંચાલકોના હાથ લાગેલા પ્રેમ પત્રો

    MORE
    GALLERIES