કેતન પટેલ, બારડોલી : સુરતના (Surat) પલસાણા (Palsana) ખાતે લવાયેલી 30 જેટલી યુવતીઓને હ્યુમન ટ્રાફિકિંગ (Human Trafficking) હેઠળ લવાયેલી હોવાની ફરિયાદ ઝારખંડમાં (Zarkhand) નોંધાઇ હતી. જે બાદ સ્ટેટ પોલીસની સૂચના મુજબ સુરત અને નવસારી પોલીસે (Surat Navsari Police) સંકયુત ઓપરેશ હાથ ધરી તમામ યુવતીઓને સુરક્ષિત છોડાવી દીધી છે. (પ્રતિકાત્મક તસવીર)
ઝારખંડની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને છેતરીને લાવી હતી. સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ઝીંગા ફેકટરી પલસાણાના માખીનગા ગામની ફેક્ટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ 30 યુવતીઓમાં 6 સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે 24 યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.