Home » photogallery » south-gujarat » નવસારીઃ બીલીમોરા પાલિકાના હોદ્દેદારોએ કોરોનાના ધજાગરા ઉડાવ્યા, ક્રિકેટ મેચના આયોજનમાં નિયમોના લીરેલીરા

નવસારીઃ બીલીમોરા પાલિકાના હોદ્દેદારોએ કોરોનાના ધજાગરા ઉડાવ્યા, ક્રિકેટ મેચના આયોજનમાં નિયમોના લીરેલીરા

બીલીમોરા નગરપાલિકમાં સત્તાધીશો પદાધિકારીઓ અને ભાજપા સંગઠનના આગેવાનો જાહેરમાં કોવિડ 19ના નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ભારે ચર્ચામાં છે.

विज्ञापन

  • 15

    નવસારીઃ બીલીમોરા પાલિકાના હોદ્દેદારોએ કોરોનાના ધજાગરા ઉડાવ્યા, ક્રિકેટ મેચના આયોજનમાં નિયમોના લીરેલીરા

    ભાવિન પટેલ, નવસારીઃ સોશિયલ ડિસ્ટન્સનું (Social distance) પાલન કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર (Gujarat Governemt) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવે છે. જાહેર જનતા આ નિયમો પાળે એ માટે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. જોકે સરકારના સેનાપતિઓ પોતે આ નિયમનું ઉલ્લંઘન કરી વિવાદમાં આવતા હોય છે. નવસારી (Navsari)જિલ્લાના ભાજપી નેતાઓ એમાં પણ ખાસ કરીને બીલીમોરા પાલિકાના (Bilimora palika) ભાજપના હોદ્દેદારો દ્વારા વારંવાર કોવિડ-19ના નિયમો (covid-19 Guideline) ભંગ કરી પોલીસને પડકાર આપતા હોય એવું વર્તન કરે છે.

    MORE
    GALLERIES

  • 25

    નવસારીઃ બીલીમોરા પાલિકાના હોદ્દેદારોએ કોરોનાના ધજાગરા ઉડાવ્યા, ક્રિકેટ મેચના આયોજનમાં નિયમોના લીરેલીરા

    નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકમાં સત્તાધીશો પદાધિકારીઓ અને ભાજપા સંગઠનના આગેવાનો જાહેરમાં કોવિડ 19ના નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ભારે ચર્ચામાં છે. નવસારી જિલ્લાની જનતા આવા નેતાઓને કારણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલને ઉલ્લેખીને પાર્ટી વિરુદ્ધ બોલી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    નવસારીઃ બીલીમોરા પાલિકાના હોદ્દેદારોએ કોરોનાના ધજાગરા ઉડાવ્યા, ક્રિકેટ મેચના આયોજનમાં નિયમોના લીરેલીરા

    લોકોમાં ચાલતી ચર્ચા મુજબ નવસારી જિલ્લા પોલીસે પ્રજાના ખિસ્સાઓમાંથી કરોડો રૂપિયાનો દંડ સરકારની તિજોરીમાં જમા કરાવી ને ગૌરવ પ્રાપ્ત કર્યું છે પણ નવસારી જિલ્લામાં સત્તાધીશો અને ભાજપના કાર્યક્રમોમાં અનેકવાર સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી કે માસ્ક પણ પેહરાયું નથી ત્યારે કોઈ દંડ કરતા નથી.  ત્યારે ફરી આવી જ એક નિંદનીય ઘટના પ્રકાશમાં આવી છે. રવિવાર તારીખ 3 જાન્યુઆરીના રોજ બીલીમોરા પાલિકાના નગરસેવકો અને કર્મચારી સાથે ભાજપના પાલિકાના હોદ્દેદારો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેચમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તંત્ર સત્તાધીશો તેમજ ભાજપના કાર્યકરો ભાન ભૂલીને કોરોના જેવી જીવલેણ બીમારી ને નોતરું આપી રહ્યા હોય એવા દ્રશ્યો સર્જ્યા હતા. જે ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા નીતિ નિયમો ન પળાયાનો ભાંડો ફૂટી ગયો હતો, સરકાર પોતાની હોય તો આપણું શુ થશે એવા ભ્રમમાં રહીને મેચનું આયોજન કરવામાં આવ્યું હતું .

    MORE
    GALLERIES

  • 45

    નવસારીઃ બીલીમોરા પાલિકાના હોદ્દેદારોએ કોરોનાના ધજાગરા ઉડાવ્યા, ક્રિકેટ મેચના આયોજનમાં નિયમોના લીરેલીરા

    આ મેચના ફોટા વાઇરલ થતા પ્રમુખ અને ચીફ ઓફિસરે ઊંચા હાથ કરી રહ્યા છે. જયારે આમંત્રણ પત્રિકા માં બીલીમોરા પાલિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પોતે આ બાબતે  બચાવ મીડિયામાં કરી રહ્યા છે ત્યારે સમગ્ર ક્રિકેટ મેચમાં જવાબદર ધારાસભ્ય સહિત નગરસેવકો અને ભાજપ ના નેતાઓ હાજર હતા તેમના વિરુદ્ધ પોલીસ પોતે ફરિયાદી બની કાર્યવાહી કરશે કે પછી રાજકીય દબાણ માં મામલો દાબી દેવામાં આવશે એ જોવું રહ્યું .

    MORE
    GALLERIES

  • 55

    નવસારીઃ બીલીમોરા પાલિકાના હોદ્દેદારોએ કોરોનાના ધજાગરા ઉડાવ્યા, ક્રિકેટ મેચના આયોજનમાં નિયમોના લીરેલીરા

    ત્યારે કોવિડ 19 અપડેટ થઈ ને માનવજાત સામે મોત ભમરાવી રહ્યો છે ત્યારે ભાજપના રાજમાં ભાજપીઓ નાદાનીયત માં હોય તેમ બેફામ નીતિ નિયમો જાણે ખિસ્સામાં લઈને ફરતા હોય એવો રુબાબ વાપરી ને નિયમો જાળવી શકાય નથી તેવા સમયે પોલિસે સતર્કતા વાપરીને કોરોનાનો ફેલાવો કરી રહેલા જવાબદારો ધારાસભ્ય અને નગરસેવકો સહિત ભાજપ ના ઉપસ્થિત નેતાઓ ને પાઠ ભણાવવામાં આવે એ જરૂરી છે.

    MORE
    GALLERIES