Home » photogallery » south-gujarat » નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

Navsari marriage gift blast: કન્યાના પિતાના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ થયો હતો તે ગિફ્ત તેની મોટી દીકરીના પ્રેમીએ મોકલી હોવાની કબૂલાત કરી છે. મોટી દીકરી અને શંકાના દાયરામાં છે તે યુવક વચ્ચે પહેલા પ્રેમ સંબંધ હતા.

  • 18

    નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

    નવસારી: નવસારી જિલ્લાના વાંસદા (Vansda)માં ખૂબ જ ચકચાર મચાવતો બનાવ બન્યો છે. અહીં લગ્નમાં મળેલી ગિફ્ટમાં જોરદાર બ્લાસ્ટ (Marriage gift explodes) થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે વરરાજાને ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ બ્લાસ્ટ બાદ પોલીસ અને એફએસએલ (FSL)ની ટીમે તપાસ આદરી છે. પોલીસને આશંકા છે કે આ કોઈ ડિટોનેટર બ્લાસ્ટ હોઈ શકે છે. આ ઉપરાંત કોઈએ આયોજન પૂર્વક આવું કાવતરું ઘડ્યાની પણ પોલીસને આશંકા છે. બ્લાસ્ટમાં વરરાજાના ગંભીર ઈજા પહોંચી છે તો તેના ત્રણ વર્ષના ભત્રીજાને કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે. બંનેની હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    MORE
    GALLERIES

  • 28

    નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

    આ અંગે મળતી માહિતી પ્રમાણે નવસારીના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામ (Mindhabari village) ખાતે લતેશ ગાવિત નામના યુવકના લગ્ન ગત 12મી મેના રોજ સંપન્ન થયા હતા. ગતરોજ યુવક અને તેની પત્ની લગ્નમાં મળેલી ગિફ્ટ્સ ખોલી રહ્યા હતા ત્યારે એક ગિફ્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ એક ટેડીબેર જેવી ગિફ્ટ હતી. યુવતીના પિતાએ એવી આંશકા વ્યક્ત કરી છે કે તેની મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજુ ધનસુખ પટેલે (Raju Dhansukh Patel) આ કાંડ કર્યો હોઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 38

    નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

    વરરાજાને ગંભીર ઈજા: લગ્નમાં આવેલી ગિફ્ટનો વાયર બોર્ડમાં ભરાવતાની સાથે જ તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે વરરાજાની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત વરરાજાના હાથનું કાંડુ તૂટી ગયું હતું. વરરાજાના ત્રણ વર્ષના ભત્રીજા જિયાંશ ગાવિતના કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું. બ્લાસ્ટ બાદ બંનેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 48

    નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

    ગિફ્ટ કોણે મોકલી? : આ પ્રકારણમાં પોલીસ અને પરિવારને ગિફ્ટ મોકલનાર રાજુ પટેલ પણ શંકા છે. બ્લાસ્ટ બાદ એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પુરાવા એકઠા કર્યાં હતા. જેના પર આશંકા છે તે રાજુ દુલ્હનની મોટી બહેનનો પૂર્વ પ્રેમી છે. દુલ્હનના પિતાના જણાવ્યા પ્રમાણે તેની મોટી દીકરીએ રાજુ સાથે બોલવાનું બંધ કરી દીધું હોવાથી તેણે આવો કાંડ કર્યો હોઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 58

    નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

    દુલ્હનના પિતા હરિશચંદ્ર ગવળીએ જણાવ્યું હતું કે, મારી નાની દીકરીના લગ્ન 12-13 તારીખે સંપન્ન થયા હતા. લગ્ન દરમિયાન તેમને ખૂબ ગિફ્ટ્સ મળી હતી. આજે સવારે મારી દીકરી અને જમાઈ ગિફ્ટ્સ ચેક કરી રહ્યા હતા ત્યારે એક ગિફ્ટમાંથી જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં જમાઈ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમનો ડાબો હાથ કોણીમાંથી અલગ થઈ ગયો છે. બંને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. જમાઈના નાનાભાઈના બાળકને કપાળના ભાગે ઈજા પહોંચી છે.

    MORE
    GALLERIES

  • 68

    નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

    દુલ્હનના પિતાએ વધુમાં જણાવ્યું કે, ગિફ્ટની તપાસ કરતા રાજુભાઈ પટેલે કબૂલાત આપી હતી કે તેમણે આ ગિફ્ટ આપી હતી. રાજુ પટેલ મારી મોટી દીકરી સાથે પ્રેમ સંબંધમાં હતો. બે-અઢી મહિનાથી મારી દીકરી તેમની સાથે બોલતી નથી. આ કારણે તેમણે આવું કર્યું હોઈ શકે છે. વાંસદા પોલીસમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 78

    નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

    દુલ્હનના પિતાના જણાવ્યા પ્રમાણે તેની મોટી દીકરીના પૂર્વ પ્રેમીએ આ કાવતરું કર્યું હોઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 88

    નવસારી: લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતી વખતે થયો જોરદાર બ્લાસ્ટ, દુલ્હાનો હાથ તૂટી ગયો, બંને આંખમાં ગંભીર ઈજા

    હાલ ઈજાગ્રસ્ત દુલ્હા અને તેના ભત્રીજાની સારવાર ચાલી રહી છે.

    MORE
    GALLERIES