

નવસારી, ભાવિન પટેલ : વાહ...સુરતીલાલાઓએ નવસારી ગ્રામ્ય પોલીસના નાક નીચે 17.22 લાખમાં હવે પડેલ થર્ટીફર્સ્ટ પણ ઉજવી એ પણ ચિક્કાર દારૂ સાથે ખરેખર આ સુરતીલાલાઓને માનવા પડે કે જેમણે થર્ટી ફર્સ્ટ ને લઇ ફાર્મ હાઉસ પર રાઉન્ડ થી ક્લોક પેટ્રોલિંગ કરવાનો નવસારી ગ્રામ્ય પોલીસનો દાવો ખોટો સાબિત કરી બતાવ્યો છે.


નવસારી ગ્રામ્ય પોલીસની હદમાં ધોળાપીપળાથી પેરા ગામ જતા રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી કરતા 2 મહિલા સહીત 10 સુરતી લાલાઓ ઝડપાયા છે.એ પણ એવા સમયે કે જીલ્લામાં આવેલ 96 થી વધુ ફાર્મ હાઉસ પર રાઉન્ડ થી ક્લોક પેટ્રોલિંગ કરવાનો જીલ્લા પોલીસે દાવો કર્યો હતો પરંતુ આ સુરતીલાલા ઓ પણ ગજબના નીકળ્યા કે થર્ટી ફર્સ્ટની પાર્ટી તો કરી<br /> સાથે ચિક્કાર દારૂ પણ ઢીચ્યો અને છેલ્લે મોડે મોડે જાગેલી પોલીસે સાથે પણ પોલીસ સ્ટેશનમાં ઉજવણી કરી એ પણ 17.22 લાખમાં એટલે આ 10 સુરતી લાલાઓને થર્ટી ફર્સ્ટની પાર્ટી 17.22 લાખમાં પડી.


કોણ કોણ ઝડપાયું - સુરતનાં વાસુદેવ અગ્રવાલ (રહે.ક્રિસ્ટલ ટાવર,ઘોડદોડ રોડ સુરત ),શ્યામ જરીવાલા (રહે.સંગરામપુરા હનુમાન શેરી સુરત ),લખન તન્ના (રહે.આશીર્વાદ પેલેસ ભટાર સુરત )વિક્રમ લલિત જૈન (રહે.વર્ધમાન કોમ્પ્લેક્ષ ભટાર સુરત )ઉત્સવ ગુલગુલીયા(રહે.સુર્યા રેસીડન્સી વેસુ સુરત )શુભમ બોથરા (આશીર્વાદ પેલેસ પાસે ભટાર,સુરત )સહજ નવીન જૈન (રહે.સુરભી એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ સુરત )અને મહિલાઓમાં અમી જયેશ ગોતાવાલા(મોહન પાર્ક સોસાયટી,સીટી લાઈટ સુરત )અને પૂજા વિક્રમ જૈન (રહે.વર્ધમાન કોમ્પ્લેક્ષ ભટાર સુરત)સહીત 10 સુરતીઓ નવસારીમાં આવી ને 31 ડિસેમ્બરની પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા હતા.


17.22 લાખનો મુદ્દામાલ ઝડપાયો - પોલીસે આ ઘટનામાં દારૂની મજા માનતા એક બીજા ને પીવડાવી ગુનો કર્યો હોવાનું નોધી વિદેશી દારુનીં બાટલી નગ 1 અને એક અડધી ,બિસ્લેરી પાણી ની બાટલી ,કીન્લી સોડા,વેફર્સ ,5 ખાટલા ,10 ગાદલા ,સ્પીકર માઈક ,11 મોબાઈલ ,કાર નંગ 2 મળી કુલ્લે 17.22 લાખ નાં મુદ્દામાલ સાથે દસ સુરતીઓની અટક કરી હતી.સારા ઘરના સુરતના નબીરાઓને વર્ષની આખરી રાત લોકઅપમાં ગુજારવા પડી હતી.


નવસારી ગ્રામ્ય પોલીસની કામગીરી સામે અનેક સવાલ - સવાલો ઉભા થઇ રહ્યા છે એ પણ એટલા માટે કે જયારે જીલ્લામાં 96 થી વધારે ફાર્મહાઉસ પર રાઉન્ડ થી ક્લોક પેટ્રોલિંગ કરવાનો જીલ્લા પોલીસે દાવો કર્યો હતો ત્યારે 10 સુરતીલાલાઓ પાર્ટી પણ કરી પણ મોડે મોડે પોતાની ઉડતી આબરૂ બચાવવા ગુનો નોંધ્યો પણ જેની માહિતી મીડિયાથી છુપાવવાનો ઈરાદો હોય એમ ઘટના ના બીજા દિવસે પણ મોડી સાંજ સુધી માહિતી આપવાની તસ્દી સુદ્ધાં પણ ન લીધી