નવસારીઃ દક્ષિણ ગુજરાત (south Gujarat) સહિત નવસારીમાં વરસાદની આગાહી (Rainfall forecast) વચ્ચે જીલ્લામાં અનરાધાર વરસાદ વરસી (heavy rain) રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી જીલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર ચાલું છે. નવસારી તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લાની પૂર્ણા, અંબિકા કાવેરી નદી બંને કાંઠે વહી રહી છે.
વધુ મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં અંબિકા અને કેવારી નદીમાં નવા નીર આવતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ગણદેવી-બીલીમોરાને જોડતા આંતરિક માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. દેસાડ-અંભેટાને જોડતો ગ્રામય રસ્તા ઉપર પણ અંબિકા પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કાર્યો છે.