Home » photogallery » south-gujarat » નવસારીઃ શેરડીના ખેતરમાંથી ઝડપાયો લાખોનો દારૂ, પોલીસ પર હુમલો કરી બુટલેગર ફરાર

નવસારીઃ શેરડીના ખેતરમાંથી ઝડપાયો લાખોનો દારૂ, પોલીસ પર હુમલો કરી બુટલેગર ફરાર

નવસારીના કસ્બા ગામમાં સ્થિતિ એક શેરડીના ખેતરમાં 14 લાખનો વિદેશી દારુ અને 10 વાહનો મળી કુલ 57 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

  • 16

    નવસારીઃ શેરડીના ખેતરમાંથી ઝડપાયો લાખોનો દારૂ, પોલીસ પર હુમલો કરી બુટલેગર ફરાર

    નવસારીના કસ્બા ગામમાં સ્થિતિ એક શેરડીના ખેતરમાં લાખોના વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં 14 લાખનો વિદેશી દારુ અને 10 વાહનો મળી કુલ 57 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. (રાજન રાજપૂત, નવસારી)

    MORE
    GALLERIES

  • 26

    નવસારીઃ શેરડીના ખેતરમાંથી ઝડપાયો લાખોનો દારૂ, પોલીસ પર હુમલો કરી બુટલેગર ફરાર

    વ્યાપક ફરિયાદ બાદ સુરત રેંજના ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક ખુદ ખેતરમાં દોડી આવ્યા હતા અને નિરિક્ષણ કર્યું હતું. જેમાં પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસની નિષ્કાળજી બહાર સામે આવી હતી.

    MORE
    GALLERIES

  • 36

    નવસારીઃ શેરડીના ખેતરમાંથી ઝડપાયો લાખોનો દારૂ, પોલીસ પર હુમલો કરી બુટલેગર ફરાર

    ગુજરાત રાજ્યની સ્ટેટ વિજીલન્સની ટીમે બાતમીના આધારે મંગળવારે વહેલી સવારે નવસારીના કસ્બા ગામમાં આવેલા એક શેરડીના ખેતરમાં દરોડા પાડ્યા હતા. જેમાં આ ખેતરમાં વેરાવળનો બુટલેગર સંજય તેમજ તેના સાગરિકો વિદેશી દારૂની હેરાફેરી કરતાં હોવાનું બહાર આવ્યું હતું,

    MORE
    GALLERIES

  • 46

    નવસારીઃ શેરડીના ખેતરમાંથી ઝડપાયો લાખોનો દારૂ, પોલીસ પર હુમલો કરી બુટલેગર ફરાર

    પોલીસને જોઈને જ બુટલેગરોએ એમના પર હુમલો કરી, ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પીએસઆઈએ બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ બુટલેગરોને રોકવા કાર પાછળ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જોકે ઘટનાસ્થળેથી અંધારૂ અને ખેતર હોવાથી બુટલેગર સહિત દમણના વિનોદ ભૈયાના ખેપિયાઓ ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 56

    નવસારીઃ શેરડીના ખેતરમાંથી ઝડપાયો લાખોનો દારૂ, પોલીસ પર હુમલો કરી બુટલેગર ફરાર

    પોલીસે ઘટના સ્થળેથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 14 લાખના વિદેશી દારૂ સાથે 10 વાહનો મળીને કુલ્લે 57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 66

    નવસારીઃ શેરડીના ખેતરમાંથી ઝડપાયો લાખોનો દારૂ, પોલીસ પર હુમલો કરી બુટલેગર ફરાર

    ઘટનાને પગલે સુરત રેન્જના ઇન્ચાર્જ આઇજીપી હરિકૃષ્ણ પટેલ સહિત સ્ટેટ વિજીલન્સના એસપી જ્યોતિ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ સમગ્ર મામલે બે અલગ અલગ ગુનાઓ નોંધ્યા હતા. આ પ્રકરણમાં નવસારી પોલીસની નિષ્કાળજી સામે આવતા સુરત ગ્રામ્યના ડીવાયએસપી સીએમ જાડેજાને તપાસ સોંપાઈ છે. જ્યારે ગુનાના સંદર્ભે ડીવાયએસપી બીએસ મોરીને તપાસ સોંપવામાં આવી છે.

    MORE
    GALLERIES