નવસારી: નવસારીના ખેરગામ (Khergam) તાલુકામાં અરેરાટી જન્માવતી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ તેના પુત્રની હત્યા કરી નાખી છે. 20થી 21 વર્ષીય પુત્ર ઊંઘી રહ્યો હતો ત્યારે પિતાએ માથામાં કુહાડીના ઘા ઝીંકી દીધો (Father kills son in Navsari) હતો. પિતાએ કયા કારણે પુત્રની હત્યા કરી નાખી તે વાત સામે આવી નથી. આ મામલે પોલીસે તપાસ (Police investigation) શરૂ કરી છે. બનાવની જાણ થયા બાદ ખેરગામ પોલીસ (Khergam Police) ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવ બાદ પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પિતાએ કયા કારણોસર પુત્રની હત્યા કરી નાખી તે વાત સામે આવી નથી.
પિતાએ પુત્રની હત્યા કરી : નવસારીના ખેરગામ તાલુકાના નારણપોર ગામ (Naranpor village) ખાતે આ બનાવ બન્યો છે. નારણપોર ગામ ખાતે ઝઘડિયા ફળિયામાં રહેતા એક પિતાએ તેના પુત્રની હત્યા કરી નાખી છે. જેમાં ગણેશભાઈ પટેલ (Ganeshbhai Patel)ની તેના પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી નાખી છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારમાં પુત્ર ઊંઘી રહ્યો હતો ત્યારે પિતાએ પુત્રના માથામાં કુહાડીના ઘા મારી દીધા હતા. મોતને ભેટેલા યુવાનની ઉંમર 20થી 21 વર્ષ છે.
ગુજરાતના અન્ય અપડેટ્સ: 1) સરોગેટ મધર જેલમાં, બાળક જૈવિક માતાપિતાને અપાશે: શહેરમાં (Ahmedabad) સરોગસીથી (surrogacy mother) જન્મેલી બાળકીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નવજાત બાળકીની કસ્ટડી મેળવવા માટે જૈવિક માતાપિતાએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) હેબિયર્સ કોપર્સ અરજી કરી હતી. આ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે માતાપિતાને નવજાત આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું છે કે, સરોગસી એગ્રિમેન્ટમાં જન્મ બાદ સંતાનની કસ્ટડી પિતાને સોંપવાની શરત રખાઇ હતી, ઉપરાંત સરોગસીને લગતા કાયદાને નોંધમાં લઈને હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યા છે. (તસવીર: હત્યામાં વપરાયેલી કુહાડી)
બે દિવસ વરસાદની વરસાદ : રાજયના દરિયા કિનારે (rainfall at Gujarat coast) ભારે પવનની હવામાનની આગાહી કરવામાં આવી છે. જેના કારણે બાદ મોટા ભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. થોડા દિવસ પવનની ગતિ વધી શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે લોકોને પણ દરિયા કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. આગાહીના પગલે તંત્રએ એલર્ટ આપ્યું છે. ગુજરાતના હવામાન અંગે આગાહી (Gujarat weather) કરવામાં આવી છે કે, 5મી જુલાઇ સુધી અમદાવાદ સહિતના રાજ્યમાં ઝાપટાંથી માંડીને ભારે વરસાદ થવાની આગાહી છે.
દમણના દરિયા કિનારે જતા સહેલાણીઓ સાવધાન: સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે નાહવા પર પ્રતિબંધ લાગ્યા બાદ વધુ એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દમણ કલેકટર દ્વારા જાહેર કરેલા એક આદેશમાં દમણના દરિયા કિનારે નાહવા ઉપરાંત પાન મસાલા અને ગુટકા ખાવાની સાથે પ્લાસ્ટિકના વપરાશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પર્યટકોની સુરક્ષા માટે દરિયામાં નહાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અને પર્યટકોને દરિયામાં નહાતા રોકવા પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો છે.