આખા ગુજરાતમાં વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો મેઘો તાંડવ કરી કરી રહ્યો હોય તેમ ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવામાં નવસારીમાં મેઘતાંડવના પગલે શહેરની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્ણા , કાવેરી, અંબિકા નદીમાં હજુ પણ પાણીનું લેવલ વધુ રહ્યું છે. જેના કારણે સમગ્ર શહેર પાણીમાં તરબોળ થઈ ગયું છે. નિચાણવાળા વિસ્તરમાંથી રેસ્ક્યુ કરવા માટે સુરત ફાયરની ટીમની પણ મદદ લેવાઈ રહી છે. હાલમાંમહિલા અને નવજાત શિશુ સહિત 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તમામને મામલતદાર કચેરીમાં આસરો અપાયો છે.
નવસારીમાં આભ ફાટ્યું હોય તેમ પૂર્ણા નદી ભયનજક સપાટીને પાર કરી ગઇ છે. નદીનો ધસમસતો પ્રવાહી નવાસારી શહેરમાં ફરી વળ્યો છે. જેના કારણે નવસારી શહેરમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો સર્જાયા છે. શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ ગયા છે અને ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ધસમસતો પ્રવાહ નવસારી શહેરમાં ફરી વળ્યો છે જેના કારણે વેરાવળ રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે અને દુકાન અને મકાનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
નવસારીમાં પુર્ણા નદી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યાં જ મચ્છી માર્કેટ વિસ્તરના મકાનો અને દુકાનોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ નવસારીના બીલીમોરામાં NDRFની ટીમ સક્રિય થઇ છે. બીલીમોરાના કલમઠા ગામે 50થી વધુ લોકો ફસાયા છે. જેથી NDRFની બે ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી ગઇ છે અને ગળાડૂબ પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે.