ફેમસ ટીવી એક્ટર હર્ષ રાજપૂતે મુંબઇથી નવસારી આવીને કર્યુ મતદાન, લોકોને કરી આ ખાસ અપીલ
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના 19 જિલ્લાઓમાં ફેલાયેલી આ સીટો પર કુલ 788 ઉમેદવારોની કિસ્મત દાવ પર લાગેલી છે. તેવામાં સવારે 8 વાગ્યાથી પહેલા ફેઝ માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોથી લઇને રાજકારણીઓ અને એક્ટર્સમાં પણ મતદાનને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં ફેમસ ટીવી એક્ટર હર્ષ રાજપૂતે પણ મતદાન કર્યુ છે. હર્ષ રાજપૂત મતદાન કરવા માટે મુંબઇથી નવસારી આવ્યો હતો.
હર્ષ રાજપૂતે નવસારીની કોન્વેન્ટ સ્કૂલ પર મતદાન કર્યુ હતુ. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં હર્ષે કહ્યું કે લોકશાહીનો આ સૌથી મોટો અધિકાર અને પર્વ છે તેથી તેની ઉજવણી કરવી રહી.
2/ 8
હર્ષ મુંબઇથી ખાસ મતદાન કરવા નવસારી પહોંચ્યો છે. તેણે કહ્યું કે ભલે તે ગુજરાતની બહાર હોય પરંતુ દરેક ચૂંટણી વખતે પોતાનો મત આપવા માટે જરૂર ગુજરાત આવે છે. તેણે લોકોને ઘરની બહાર નીકળીને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.
विज्ञापन
3/ 8
હર્ષની સાથે તેના માતા-પિતાએ પણ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
4/ 8
જણાવી દઇએ કે હર્ષ ફેમસ ટીવી સીરિયલ 'નઝર'માં જોવા મળ્યો હતો, જેમાં તેના કેરેક્ટરને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતુ.
5/ 8
જણાવી દઇએ કે હર્ષ રાજપૂત એક ગુજરાતી અભિનેતા છે, જેનો જન્મ ગુજરાતના નવસારીમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.
विज्ञापन
6/ 8
તે તેની શાળામાં નાટકોમાં ભાગ લેતો હતો અને કોલેજના સમયે થિયેટર સાથે જોડાયો હતો. તે એક ટ્રેઇન્ડ ડાન્સર છે અને તેની કોલેજની ટીમ સાથે ડાન્સ કરતો હતો.
7/ 8
એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે પહેલીવાર '7 અપ'ની ટીવી કોમર્શિયલમાં જોવા મળ્યો હતો.
8/ 8
તેણે કેએફસી, નોકિયા, સેમસંગ, ટાટા ડોકોમો વગેરે જેવી 20 થી વધુ ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે.