ગુજરાતના ખ્યાતનામ કલાકારોનો ડાયરો હોય અને તેમાં રૂપિયાની નોટો ન ઉડે તો જ નવાઈ! સૌરાષ્ટ્રમાં ધર્માદા કે ગૌશાળાના લાભાર્થે યોજાતા ડાયરાઓમાં કરોડો રૂપિયા એકઠા થયા હોવાના સમાચાર સામે આવતા રહે છે. તાજેતરમાં નવસારી ખાતે ગીતા રબારીના ડાયરાનું આયોજન થયું હતું. આ ડાયરામાં નોટીની સાથે સાથે ડોલરનો પણ વરસાદ થયો હતો.