નવસારીના ગણદેવીના ખેડૂતે કર્યું ડ્રેગન ફ્રૂટનું વાવેતર, 25 વર્ષ સુધી કરશે તગડી કમાણી, કેવી રીતે અને કેટલો થાય છે ખર્ચ?
ખેડૂતે મેહુલ પટેલ જેમણે પોતાની બે વિઘા જમીનમાં રૂ. 6 લાખના ખર્ચે 600 પોલ ઉપર 2400 ડ્રેગન ફ્રૂટ છોડનું વાવેતર કર્યું છે. જે આગામી 25 વર્ષ સુધી મબલક આવક આપશે.


ભાવીન પટેલ, નવસારીઃ દક્ષિણ ગુજરાત (south Gujarat) અને એમાં ખાસ કરીને નવસારી જિલ્લો (Navsari jilla) જે બાગાયતી વિસ્તાર તરીકે પ્રખ્યાત છે. આજ દિવસ સુધી નવસારી જિલ્લામાં માત્ર શેરડી, કેરી, ચીકુ અને ડાંગરની ખેતી કરવામાં આવતી હતી. પરંતુ ગણદેવી (Gandevi taluka) તાલુકાના એક સમૃદ્ધ ખેડૂતે જિલ્લામાં પહેલી વાર ડ્રેગન ફ્રૂટનું (Dragon Fruit) વાવેતર કરી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે નવી શરૂઆત કરી છે.


ગણદેવી તાલુકાના વડ સાંગળ ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે મેહુલ પટેલ જેમણે પોતાની બે વિઘા જમીનમાં રૂ. 6 લાખના ખર્ચે 600 પોલ ઉપર 2400 ડ્રેગન ફ્રૂટ છોડનું વાવેતર કર્યું છે. જે આગામી 25 વર્ષ સુધી મબલક આવક આપશે. કારણ કે અનેક વિટામિન્સ, મિનરલ્સ અને ન્યુટ્રિશન્સ વેલ્યુ ધરાવતા આ વિદેશી ફળની ઘર આંગણે ઊંચી માગ છે. ગાણદેવીના આંગણે ડ્રેગન ફ્રૂટની ખેતી જોઇ રાહદારીઓમાં કુતૂહલ સર્જાયું છે.


મેહુલ પટેલ છેલ્લા 10વર્ષથી ગણદેવી તાલુકામાં કેરી અને ચીકુની ખેતી કરતા હતા પરંતુ ગ્લોબલ બોર્મિંગ અને બદલતા જતા વાતાવરણના કાણરે કેરી અને ચીકુના પાર્ને ભારે નુકસાન થતું હતું. જેથી મેહુલભાઈએ પોતાના ફળ આંબાના ઝાડને દૂર કરી ડ્રેગન ફ્રૂટની ખેતીના બીજ વાવ્યા અને નવા વિદેશી પાર્કના નવસારી જિલ્લામાં શ્રી ગણેશ કર્યા છે.


ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે કોઈપણ જાતની દવાના છંટકાવની જરૂર પડતી નથી. છોડને મોટો કરવા માટે મેહુલભાઈએ ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. જેથી છોડોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પાક સારો મળે ડ્રેગન ફ્રૂટના પાકની વાત કરવામાં આવે તો એક છોડને મોટો થતાં 8થી 10 મહિનાનો સમય લાગે છે. અને એક ઝાડ ઉપર 50થી વધુ ફ્રૂટનું ઉત્પાદન થઈ શકે છે.


ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત થતાં નવસારી ખાતે આવેલી એગ્રીકલ્ચર કોલેજના તજજ્ઞોએ પણ ખેડૂતોની આ સાહસને બિરદાવી રહ્યા છે અને આગામી દિવસોમાં ખેતીની પેટર્ન બદલાઈ તો નવસારી જિલ્લામાં નવાઈ નથી. ડ્રેગન ફ્રૂટની ખેતી ખેતીમાં પ્રાથમિક તબક્કામાં જ મહેનતની અને મંજૂરીની જરૂર પડે છે. ત્યારબાદ અનેક વર્ષો સુધી ખેડૂત નહિવત શ્રમ વગર મબલખ પાક લણી શકે છે.


ખેતીનો વ્યવસાય વાતાવરણ આધારિત વ્યવસાય છે,ત્યારે પાકને માફક આવતું વાતાવરણ મળે તો જ તેનું મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. તે દિવસો હવે ભૂતકાળ બન્યા છે.