રાજન રાજપૂત, નવસારીઃ ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામેથી 7 મહિના અગાઉ અખાતી દેશ અબુધાબીમાં મચ્છીમારી માટે ગયેલા પાંચ ખલાસીઓ કફોડી હાલતમાં મુકાય ગયા છે. બોટ માલિકે મહેનતાણું તો ન ચૂકવ્યું પણ સાથે સાથે સ્વદેશ પાછા ફરતા અટકાવતા તેઓ ભૂખ્યા પ્યાસા દયનિય સ્થિતિમાં મુકાઇ ગયા છે. તેમના પરિવારજનો એ મદદ ના પોકાર સાથે સાંસદ સી.આર.પાટીલ ને ટહેલ નાખી છે.