નવસારી: ઉનાળા દરમિયાન કારમાં આગના બનાવો (Fire in cars) વધી જતા હોય છે. આ વર્ષે કારમાં આગ લાગી હોય તેવા અનેક બનાવ બન્યા છે. હવે નવસારી જિલ્લા (Navsari district)માં કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેમાં ચીખલી (Chikhali) નજીક આવેલા આલીપોર ડેરી (Alipore dairy) પાસે એક કારમાં આગ લાગી હતી. જોકે, બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. સદનસિબે તમામ લોકો કારમાંથી બહાર નીકળ જવામાં સફળ રહ્યા હતા.