ભાવિન પટેલ, નવલસારી : નાદાનીયત અને અણસમઝણ ક્યારે મોટી મુસીબત નોતરે છે.પોતાના મોટા 'ભા'નો વહેમ ક્યારે હોસ્પિટલના બિછાને અથવા જેલના સળિયા પાંચ પણ ધકેલી શકે છે.આવીજ કંઈક ઘટના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બનવા પામી છે, જ્યાં દાદા બનવાના સપના સેવતા યુવકે જૂની અદાવતમાં ગેંગ સાથે મળી બે યુવકો પર જીવલેણ હુમલો કરતા જેલના સળિયા ગણતો થઈ ગયો છે.
નવસારી જીલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના માંકલા ફળિયામાં રહેતા યશ પટેલ અને કલ્પેશ પટેલ એ દોઢ વર્ષ અગાઉ ખેરગામના આકાશ નામના યુવાનને 'તું મારી સામે તાકીને શું જોયા કરે છે'જેવી નજીવી બાબતે મારમાંર્યો હતો જેને લઇ જૂની અદાવતમાં નિર્દયતા પૂર્વક ચપ્પુ,કુહાડી અને લાકડી જેવા ધારદાર હથિયાર સાથે તૂટી પડયા હતા,2 યુવાનો ને મોત ઘાટ ઉતારવાની કોશિશ અને ઈરાદા સાથે હુમલો કરતા બંને યુવાનો હાલ સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
નવસારી જીલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના માંકલા ફળિયામાં રહેતા યશ પટેલ અને કલ્પેશ પટેલ એ દોઢ વર્ષ અગાઉ ખેરગામના આકાશ નામના યુવાનને 'તું મારી સામે તાકીને શું જોયા કરે છે'જેવી નજીવી બાબતે મારમાંર્યો હતો.જે મામલે તે સમયે માથાકૂટ મામલે સમાધાન થયું હતું પણ બદલાની આગમાં ઝૂલસંતા આકાશને જૂની અદાવત થી ઊંઘ હરામ થઈ હતી.
આ મામલે નવસારીના નાયબ પોલીસ નિરીક્ષક મોરીએ જણાવ્યું કે યશ અને કલ્પેશનો હિસાબ ચૂકતે કરવા માટે તે સમયની રાહ જોઈને બેઠો હતો ત્યારે રવિવારે લાગમાં આવેલા 2 યુવકોને મનમાં મેલ રાખીને ખેરગામમાં બોલાવીને નીરવ પટેલ,આકાશ પટેલ,ફેઝાન શેખ,દિપક રમણે નિર્દયતા પૂર્વક ચપ્પુ,કુહાડી અને લાકડી જેવા ધારદાર હથિયાર સાથે તૂટી પડયા હતા.