નવસારી જીલ્લામાંમાં માત્ર 3 દિવસમાં 31 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગની જવાબદારી વધી છે સાથે જ જીલ્લામાં સતત વિદ્યાર્થીઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.જીલ્લામાં કોરોના સંક્રમણનો બીજો દોર શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 7 શિક્ષકો સહિત 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે પરંતુ જીલ્લામાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સંક્રમિત થવા છતાં પણ શાળાઓમાં આરોગ્ય વિભાગ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના કોરોના ટેસ્ટિંગ કરાવવાની શરૂઆત નથી કરવામાં આવી.
જીલ્લામાં કોરોના સંક્રમણ નો દોર શરૂ થયા બાદ આજ દિન સુધી આરોગ્ય વિભાગ દ્વારા 15,7897 સેમ્પલો લેવામાં આવ્યા છે જયારે નવસારી જીલ્લામાં આજ દિન સુધી આરોગ્ય વિભાગ કે તંત્ર એ શાળાઓ ચાલુ થયા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ થવા છતાં કોઈ પણ પ્રકારના ટેસ્ટિંગ કરવું મુનાસીબ માન્યું નથી જેનો ભોગ હવે અન્ય વિદ્યાર્થીઓ બની રહ્યા છે