નવસારીઃ નવસારીમાં એક ગમખ્વાર અકસ્માત (Navsari Big Accident) સર્જાયો હતો. નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ ઉપર એક ફૂલ સ્પીડમાં જતા કન્ટેનર સાથે સીએનજી કાર (CNG car and container accident) અથડાઈ હતી. જેના પગલે કેન્ટેનર કાર ઉપર પડતા કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. આ ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે ટ્રાફિક જામના (traffic jam) દ્રશ્યો સર્જાયા હતા. અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડ (Fire brigade) ઘટના સ્થળે પહોંચીને આગળની સ્થિતિ સંભાળી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રવિવારે પણ એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઇવે (Ahmedabad Rajkot Highway) પર લીંબડી (Limbdi) નજીક ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો છે. ઇકો કાર (Eco Car) અને ખાનગી લક્ઝરી (Bus) વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં રાજકોટ (Rajkot)ના ચાર યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે બે યુવાનો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઇકો કારના કચ્ચરઘાણ બોલી ગયા હતા. કારના પતરા કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા.