કેતન પટેલ, બારડોલી: જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે વર્ષોથી દેવ દિવાળીના આગલા દિવસે રાત્રે રામેશ્વર દાદાનો ભવ્ય મેળો યોજાય છે. બારડોલી તાલુકાના મોતા ગામે મોટી સંખ્યામાં શિવ મંદિરો આવેલા છે. એ શિવ મંદિર પૈકી એક રામેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિર સાથે મેળાની અનોખી કથા પણ જોડાયેલી છે. મેળાનું બારડોલી સહિત દક્ષિણ ગુજરાતના ભાવિક ભક્તોમાં અનોખું મહત્વ પણ જોડાયેલું છે. સતયુગની કથા સાથે રામેશ્વર મહાદેવ મંદિરનું પ્રાગટ્ય થયાનું વર્ષોથી વડવાઓ દ્વારા કહેવાતું આવ્યું છે.
ભગવાન રામ દ્વારા બ્રહ્મ રાક્ષસનો સંહાર કરવાથી તેમને દોષ લાગ્યો હતો. જેના પ્રાયશ્ચિમના ભાગરૂપે ભગવાન રામ તીર્થાટન કરતાં કરતાં આ મુક્તપુરી ઘણા તો મોતા ગામે આવ્યા હતા. અહીં તેઓ દોસ્ત મુક્ત થતાં મુક્તેશ્વર મહાદેવ એવો નામ આપ્યું હતું. યજ્ઞ આદિથી પરવારી ભગવાન રામ આગળ ચાલતા હતા. ત્યારે આગળ ચાલતા ચાલતા રામેશ્વર તીર્થસ્થાન પાસે પહોંચ્યા હતા.
જ્યાં બ્રાહ્મણોની ભોજન વ્યવસ્થા તેમજ લોકો માટે પાણીની સુવિધા માટે ભગવાન રામે ગંગારામ બહારથી પાતાળમાંથી પાણી કાઢ્યું હતું. આ પાણીથી અનેક લોકોના દોષ તેમજ રોગો પણ મુક્ત થવાના ભગવાન આશીર્વાદ આપ્યા હતા. એ દિવસ હતો કાર્તિક સુદ પૂનમ. જેથી દર વર્ષે કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીના આગલે દિવસે રાત્રે અહીં ભગવાન રામેશ્વર દાદાનો ભવ્ય મેળો યોજાય છે.
મળતી માહિતી પ્રમાણે, ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ રાવણનો વધ કરી મુક્તપુરી નગરી હાલનું મોતા ગામ આવ્યા હતા. ભગવાને રાવણનો વધ કરવાથી બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો હતો. જેના નિવારણ માટે ગામમાં આવી શિવજીની પૂજા માટે શિવલિંગની સ્થાપના કરી ગામના બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું. દક્ષિણામાં બ્રાહ્મણોએ વરદાન માંગ્યું હતું. ત્યારે ભગવાન શ્રી રામે બ્રાહ્મણોને જણાવ્યું કે, પૃથ્વી પર સુરજ ચંદ્રની હાજરી હશે, ત્યાં સુધી તમને ખાવા પીવાની કોઈ તકલીફ નહી પડે અને સુખી જીવન જીવશો.
ત્યારે ભગવાન આવી ગયા ત્યારે બ્રાહ્મણોને પૂછ્યું કે, શું તકલીફ છે? તો તેમણે કહ્યું કે, અમને કોઇ તકલીફ નથી પરંતુ તમે આવો છો કે નહીં તે જોવા અમે આ વગાડ્યુ હતુ. જેથી ભગવાન ક્રોધિત થઇ ગયા અને શ્રાપ આપી દીધો. ગામમાં રહેશો તો તમારી પ્રગતિ અટકી જશે. જેના કારણે ગામના મૂળ બ્રાહ્મણોએ ગામ છોડ્યું હોવાની લોક વાયિકા ચર્ચાઇ રહી છે.
અહીં બારડોલી સહિત દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો આવે છે. મોટા ગામના જ અને વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઇ પણ આ મેળાનો લાભ લેવા આવી પહોંચે છે. આ રામેશ્વર દાદાના મેળામાં ભાવિક ભક્તો તો ઠીક પરંતુ ગામ છોડીને બહાર રહેતા ગામના બ્રાહ્મણો પણ આ મેળાના દિવસે પરિવાર સાથે હાજર રહે છે. મેળાની પણ વ્યવસ્થા એ છે કે, અહીં 300થી વધુ સ્ટોલ મેળામાં લાગે છે. આ સાથે બાળકોને હરવા ફરવા રમવા માટે ચકડોળ તેમજ રમતગમતની વસ્તુઓ પણ અહીં ઉપલબ્ધ કરાય છે. જેથી દર્શનાર્થીઓ રામેશ્વર દાદાના દર્શનની સાથે મેળાની પણ મઝા માણે છે.