વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરના રોજ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યૂ ઑફ યુનિટી"નું અનાવરણ કર્યું હતુ. @planetlabs સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા સ્પેસમાંથી કેવી દેખાય છે તેની તસવીર તેમના ટ્વિટર પર શેર કરી છે. @planetlabs એ 15 નવેમ્બરના રોજ 597 ફૂટની ઊંચાઇએથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સ્કાયસેટ ઇમેજ લીધી હતી. @planetlabsએ સેટેલાઇટ નેટવર્ક છે. જે વિશ્વની સુંદર અને અજાયબ જગ્યાઓની સ્કાયસેટ ઇમેજ લે છે.