

દિપક પટેલ, રાજપીપળા : ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળ સપાટી હાલ એટલેકે જૂન ની મધ્યમાં 127.70 મીટર થઈ છે જે આ સીઝન ની સહુથી મહત્તમ સપાટી છે. ઉપરાંત ઉપરવાસ માં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ચાલતા ટર્બાઇન ને કારણે આજે પણ 29740 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે જેને કારણે હાલ છ માસ બાદ નર્મદા બંધ ના રીવેરબેડ પાવર હાઉસ અને કેનાલહેડ પાવર હાઉસ ના ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે જેને કારણે કુલ 29187 ક્યુસેક પાણી ની જાવક થઈ રહી છે.


આવક અને જાવક સરખી રહેતા હાલ નર્મદા બંધ ની જળ સપાટી સ્થિર છે પરંતુ હાલ જે નર્મદા બંધ ના જળવિદ્યુત મથકો ચાલે છે તેનાથી સરકારને દરરોજ ની 17 મિલિયન વીજ યુનિટ થી લગભગ રૂપિયા 3.51 કરોડ ની આવક પણ થઇ રહી છે


સીઝન ના સારા વરસાદ ના પગલે ચાલુ સાલે પણ સારો વરસાદ રહેતા ડેમ માં પાણી નો વિપુલ જથ્થો સંગ્રહિત થી રહ્યો છે ગુજરાત ને આ વીજઉત્પાદન માંથી 16 ટકા,મધ્ય પ્રદેશ ને 57 ટકા અને મહારાષ્ટ્ર ને 27 ટકા વીજળી મળે છે હાલમાં સૌ ની યોજના હેઠળ સૌરાષ્ટ્ર ને પણ 7000 ક્યુસેક પાણી આપવામાં આવે છે