દિપક પટેલ, નર્મદાઃ નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા (Tourist destination kevadia) દિવાળીની રજાઓમાં (Diwali holidays) હાઉસફુલ થઈ ગયું છે.ત્યારે તંત્ર દ્વારા કેવડિયા પ્રવાસન ધામ સોમવારે જે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવ્યું છે. એ આજે નવા વર્ષના ત્યોહાર ને લઈને સોમવારે મેન્ટન્સ નહીં કરી તમામ સ્થળો ખુલ્લા કરવામાં આવ્યા છે. મંગળવારના રોજ મેન્ટન્સ રાખવામાં આવશે એટલે સોમવારે કેવડિયાના તમામ સ્થળો ખુલ્લા રહેશે પરંતુ મંગળવારે બંધ રહેશે. નર્મદાના કેવડિયા પ્રવસન ધામ દિવાળીની રજાઓમાં ખાસ પ્રવસીઓનું આકર્ષણ જોવા મળી રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue of unity) પાંચ સ્લોટ માં 2500 પ્રવાસીઓ બુક થઈ ગયા છે. અને ઓનલાઇન પ્રવાસીઓ ટિકિટ લઈને આવી રહ્યા છે. જ્યારે જંગલ સફારી મા પણ 800 થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. જોકે પ્રવાસીઓ નું સૌથી મોટું આકર્ષણ કેવડિયા હાલ બની રહ્યો છે. દિવાળીની રજાઓમાં દૂર ફરવા જવું ખૂબ જોખમી છે.એટલે કેવડિયા માં ત્રણ દિવસ પણ ઓછો પડે છે.અને અહિયાનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે.
PM મોદીના કાર્યક્રમ માંથી માંડ નવરા પડ્યા ત્યાંતો રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર થયો છે.આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સંભવિત ઉપસ્થિતમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો, લોકસભા, રાજ્યસભા સાથે જોડાયેલા અધિકારીઓનો કોનફરેન્સ યોજાવા જઈ રહ્યો છે.આ કાર્યક્રમ માં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતમાં દેશના અલગ અલગ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષોનો એક સેમિનાર યોજાશે, આ સેમિનારમાં દેશના રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષની ઉપસ્થિતિ રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-1 ખાતે અતિથિઓની રહેવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે જ્યારે ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે.24 મી નવેમ્બરના રોજ મહેમાનોનું આગમન થશે, 25-26 નવેમ્બરના રોજ ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે, જ્યારે 27 મી નવેમ્બરના રોજ મેહમાંનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોની સંભવિત મુલાકાત લેશે એ બાદ 28 મી નવેમ્બરના રોજ વિધાનસભા અધ્યક્ષો અને અધિકારીઓ કેવડિયાથી જવા રવાના થવાના હોવાનું જાણવા મળ્યું છે.
હાલ આ ટેન્ટ સીટી 2 માં કોન્ફરન્સ હોલ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને આ હોલ માં 1000 જેટલા વ્યક્તિઓ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ ટેન્ટ સીટી 2 ના મેનેજર પ્રબલ પટેલ સાથે ન્યુઝ 18 ગુજરાતી ની વાત માં જેવોએ જણવ્યું હતું કે રાષ્ટપતિ માટે ખાસ દરબારી ટેન્ટ પણ બનવવામાં આવ્યો છે જ્યાં જેવો રોકાશે અને બપોર અને સાંજનું જમવાનું પણ આજ દરબારી ટેન્ટ માં લેશે હાલ તો 500 જેટલા અધ્યક્ષઓ આવવાના છે જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવમાં આવી છે.