

દિપક પટેલ, નર્મદા : નર્મદા જીલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત 60 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી છે. કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જીલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશનમાં હોટ ફેવરીટ રહ્યો.


31 ઓક્ટોબરના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 17 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકતા પ્રવાસીઓએ પણ 24 તારીખ સુધીમાં સ્ટેચ્યુ સહીત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઇન બુકીંગ કરાવી બુકીંગ કરાવી દુધું હતું. પહેલા પ્રવાસીઓ એક દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓ 2થી 3 દિવસ સુધી ટેન્ટ સીટીમાં બુકીંગ કરાવે છે. ટેન્ટ સિટી 2 નું પણ 24 તારીખ સુધી બુકીંગ ફૂલ થઇ ગયુ છે.


ટેન્ટ સિટીના મેનેજર પ્રબલ પટેલના જણાવ્યા અનુસાર લોકડાઉનમાં 6 મહિનામાં 10 કરોડથી પણ વધુ ખોટ ગઈ છે પરંતુ હાલ પ્રવાસીઓ આવી રહ્યા છે જેને કારણે જે ખોટ ગઈ છે તે પણ સરભર થતા થોડી રાહત થઇ છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહેલા srp અને પોલીસ જવાનો જે સુરક્ષા કરતા હતા જે હવે CISFના જવાનો એ સુરક્ષા વ્યવસ્થા કરતા પ્રવાસીઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ તમામ પ્રોજેક્ટો પર કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટો પર પ્રવાસીઓના આંકડા જોઈએ તો સ્ટેચ્યૂ જોવા રોજના 2500 પ્રવાસીઓ અને વ્યૂવિંગ ગેલેરીમાં 500, જંગલ સફારી પાર્કમાં રોજના 3000 હજાર, ચિલ્ડ્ર્ન પાર્કમાં રોજના 5000 પ્રવાસીઓ મઝા માણી રહ્યા છે. આમ સરેરાશ રોજના 12 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે.