દિપક પટેલ, રાજપીપળા : રાષ્ટ્રીય એકતાનું પ્રતીક અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના બીજા રાટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકમાત્ર એકતા નગરી એવા કેવડિયા કોલોની ખાતે થઇ રહી છે ત્યારે જેમાં દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી હાજર રહેવાના હોય અને 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ના રોજ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરવાના હોય જેની હાલ સુરક્ષા દળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આજે એનસએજી સહિતના કમાન્ડો સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવી પહોંચયા હતા અને પરેડનું રિહર્સલ કર્યુ હતું. તેમની સાથે તેમના કેટલાક સ્પેશિયલ સિક્યોરિટી વ્હિલકલ પણ કવેડિયા આવી પહોંચ્યા હતા.

આ પરેડમાં NDRFના જવાનો પણ જોડાવાના છે. વધુમાં પીએમ મોદીનું સી-પ્લેન જ્યાં લેન્ડ થશે તે જગ્યાએ સિક્યોરિટી અને સુરક્ષા માટે પણ એનડીઆરએફને તહેનાત રાખવામાં આવવાની હોવાથી ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીએસએફ અને રાજ્યની પોલીસના હોર્સ માર્ચ માટે આજે પ્રેકિ્ટસ કરવામાં આવી હતી જેના માટે કેવડિયામાં 50 ઘોડા અને 50 ઊંટ સાથેના જવાનો આવી પહોંચ્યા છે.

31મી ઓક્ટોબરના જંગલ સફારીમાં વિઝીટ કરવાના હોય જેને લઈને સેનિટાઇઝ રંગ રોગાન થી લઈને વિવિધ તૈયારીઓ માટે કેવડિયા જંગલ સફારી પ્રવાસીઓ માટે ફરી બંધ કરાયું 31મી ઓક્ટોબરના વિધિવત ખુલ્લું મુકાય તેવી શક્યતા છે. સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે 375 એકર જમીનમાં વિશાલ જંગલ સફારી ગુજરાત વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના 1500 જેટલા પશુ પક્ષીઓને 7 ઝોન માં રાખવામાં આવ્યા છે.