કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તમારે થોડા વધારે રૂપિયા ચુકવવા પડશે. હવે તમારે ત્યાં સુધી પહોંચવા માટે ટોલ ટેક્સ પણ આપવો પડશે. આગામી 6 મહિનામાં ભાદરવા ગામ નજીક ટોલ પ્લાઝા કાર્યરત કરી દેવામાં આવશે. જ્યાં કારનાં 105, બસ અને ટ્રકનાં 205 અને હેવી વાહનોનાં 260 રુપિયા સુધીનાં દર નક્કી થઇ શકે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટ, એન્ટ્રી ટીકીટ, વ્યુઈંગ ગેલરી ટીકીટ તથા એક્સપ્રેસ ટીકીટના ભાવનો સમાવેશ કરાયો છે. સ્મારક જોવાનો સમય સવારે 9.00 થી 5.00 કલાકનો રાખવામાં આવ્યો છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ www.soutickets.in પર કરી શકો છો. તમને જણાવી દઈએ કે, દર સોમવારે સ્મારક બંધ રહેશે. બસની ટીકીટ રૂ. 30માં શ્રેષ્ઠ ભારત ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વોલ ઓફ યુનિટી, પ્રદર્શન, ફૂડકોર્ટ, વેલી ઓફ ફ્લાવર્સ, રીવર બેડ પાવર હાઉસ, વ્યુ પોઈન્ટ, ગોડ બોલે ગેઈટ, ટેન્ટ સીટી, મેઈન કેનાલ હેડ રેગ્યુલર, વગેરે સ્થળો જોવા મળશે.
બાળક (3થી 15 વર્ષ) રૂ. 60, અને પુખ્ત વયના લોકો માટે રૂ. 120. એન્ટ્રી ટિકિટમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો - વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમનો સમાવેશ છે. આમાં વ્યુઈંગ ગેલરીનો સમાવેશ નથી. બાળક (3થી 15) વર્ષ રૂ. 200 અને પુખ્ત વયના લોકો માટે રૂ. 350 જેમાં વ્યુઈંગ ગેલરી, વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો - વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ તથા દર્શાવવામાં આવેલા તમામ સ્થળોનો સમાવેશ થાય છે. આમ, રૂ. 350 અને બસની ટિકિટ રૂ. 30. એટલે કે, કુલ રૂ. 380ની ટિકિટમાં તમામ સ્થળો જોઈ શકાશે.