

ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થવાથી હાલ સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) સપાટી 131.04 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં (water level increase) 75 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. ડેમના 23 દરવાજામાંથી 8,14,599 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલતાં નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ,નર્મદા ,વડોદરા ના 52 ગામોને (villages on alert) એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભરૂચમાં (Bharuch) એક અને વડોદરામાં (Vadodara) એક NDRFની ટિમ તૈનાત કરવામાં આવી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટી વધીને 22.06 ફૂટ પર પહોંચી છે. જેના કારણે, ગોલ્ડન બ્રિઝની આજુબાજુના ઝૂંપડપતિ વિસ્તારોને ખાલી કારાયા છે. 52 ગામોના લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.


રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન છે જેમાં એક ટર્બાઇનમાં 200 મેગા વોટ મુજબ 1200 અને કેનાલ હેડ પાવરના કુલ પાંચ ટર્બાઇનની 50 મેગા વોટ વીજ ઉત્પાદન મુબજ 250 મેગા વોટ મળીને કુલ 1450 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.


મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી આશરે 8.14 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટી 131.04 મીટર થઈ છે.


સરદાર સરોવર નર્મદા બંધમાંથી નદીમાં પાણી છોડાતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના 6, શિનોર તાલુકાના 4 અને ડભોઇ તાલુકાના 3 એમ કુલ 13 ગામોને સાવચેતી રાખવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. નર્મદામાં છોડવામાં આવી રહેલા પાણીથી કરજણ તાલુકાના પુરા, આલમપુરા, લીલાઇપુરા, નાની અને મોટી કોરલ તથા જુના સાયર, શિનોર તાલુકાના મઢી દેવસ્થાન, અનસુયા મંદિર, માલસર અને બરકાલ તેમજ ડભોઇ તાલુકાના ચાંણોદ, કરનાળી અને નંદેરીયા ગામોને અસર થવાની સંભાવના છે તેના અનુસંધાને સંબંધિત તાલુકા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ગામોને સાવધ કરવામાં આવ્યા છે.