

દિપક પટેલ, નર્મદા : ગુજરાતમાં (Gujarat) પ્રથમ સી પ્લેન (sea plane) અમદાવાદના કાંકરિયાથી કેવડિયાના નર્મદા ડેમ નજીક (Narmada Dam) તળાવ નંબર 3 ખાતે શરૂ થવાનું છે. આગામી 31 ઓક્ટોબરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતે એકતા પરેડ યોજાવવાની છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે તે સ્થળ પાસેના તળાવમાંથી કેવડિયા વન વિભાગે અત્યાર સુધીમાં 128થી વધુ મગરોને પકડીને સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે રેસ્કયુ કરી મોકલી આપ્યા છે.


જોકે આ મગરો સીધા નર્મદા ડેમમાંથી મેઇન કેનાલ થકી જે તળાવ નંબર 3માં આવે છે એ જગ્યા પર હજુ પણ અસંખ્ય મગરો છે. જેને પકડવાની કાયવત ચાલુ જ છે. હાલ યુદ્ધના ધોરણે તળાવ નંબર 3 પર જેટી બનાવવામાં આવી રહી છે. તળાવ નંબર 3 પર બની રહેલી જેટી નિરીક્ષણ કરવા આજે SSNLના એમડી રાજીવ ગુપ્તાએ સ્થળ નિરીક્ષણ કરી તમામ કામ કરતા અધિકારીઓને 31 ઓક્ટોબર પહેલા આ કામ કરવાની સૂચના પણ આપી હતી


<br />ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધના વધામણાની ઘડીઓ આવી ગઈ છે. કેમકે મા રેવના નીરથી આજે નર્મદા બંધ છલોછલ ભરાઈ ગયો છે. બંધની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે.એટલે 99.99 ટકા ડેમ ભરાઈ ગયો છે.


પી.એમ.નરેન્દ્ર મોદીનો જન્મ દિવસે ડેમ છલોછલ ભરી પીએમ નરેન્દ્ર મોદીને રાજ્ય સરકાર ભેટ આપશે. નર્મદા બંધ આ સીઝનમાં પ્રથમ વખત છલોછલ ભરાયો 138.68 મીટર સુધી હવે ભરાશે. હાલ ડેમની મહત્તમ સપાટી 138.68થી માત્ર 10 સેમી દૂર નર્મદા બંધના ઉપરવાસમાંથી 82,184 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.