Home » photogallery » south-gujarat » NARMADA PM NARENDRA MODI VISIT CACTUS GARDEN BUILT AT BANK OF NARMADA KEVADIYA VZ

તસવીરો : PM મોદીએ કેવડિયા ખાતે કેકટસ ગાર્ડન, એકતા નર્સરી, કંટ્રોલરૂમનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન મોદી પોતાના 70માં જન્મ દિવસે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આજે વહેલી સવારે તેઓ હેલિકોપ્ટરથી કેવડિયા કોલોની પહોંચી ગયા હતા. કેવડિયા પહોંચીને પીએમ મોદીએ જંગલ સફારી, બટરફ્લાય પાર્ક, કૅક્ટસ ગાર્ડન, એકતા નર્સરી અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અધિકારીઓએ તેમને વિવિધ પ્રોજેક્ટો અને સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા. પીએમ મોદીએ બટરફ્લાય પાર્કમાં હજારો પતંગિયાઓને ખુલ્લા મૂક્યા હતા. તસવીરોમાં જુઓ વડાપ્રધાન મોદીની કેવડિયા મુલાકાત.